SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ નથી, અને એ શરીરના બલનું તે વળી પૂછવું જ શું? તેઓ વિશ્વમાં સૌથી અધિક બલના ધારક હોય છે. (૨) તેમને શ્વાસોચ્છવાસ કમળ જે સુગંધિદાર હોય છે. (૩) તેમના દેહમાંનું લેહી ગાયના નિર્મળ દૂધ જેવું સફેદ, દર્શનીય અને દુર્ગધ વિનાનું હોય છે, તથા માંસાદિ ધાતુઓ જરાય બિભત્સ નહિ, જરાય દુર્ગંધવાળી નહિ પણ ઉલટી રમણીય, દશનીય, ને સારા વદિવાળી હોય છે. (૪) પ્રભુના દેહથી થતી આહાર લેવાની ક્રિયા કે મળ મૂત્રના વિસર્જનની ક્રિયા અદશ્ય રહે છે, જેથી બીજાએ ચર્મચક્ષુથી એ જોઈ શકતા નથી. શ્રી અરિહંત પરમાત્માના મહાન પુણ્યના પ્રભાવે તેમને આ ચાર અતિશયે જન્મથી જ સાથે હોય છે. દેવકૃત ઓગણસ અતિશય. (૧) પ્રભુ ચારિત્ર લે તે વખતે પંચમુષ્ટિથી દાઢી, મૂછ અને મસ્તકના કેશને લોન્ચ કરી નાખે છે, પછી ઠેઠ નિર્વાણ સુધી ત્યાં વાળ વધતા નથી, નખ પણ વધતા નથી. દીક્ષા સમયે જેવી સ્થિતિ હોય છે તેવી જ રહે છે. (૨) ત્યારપછી જ્યારે પ્રભુ કેવળજ્ઞાન પામે એટલે ઓછામાં ઓછા એક કોડ ભવનપતિ વગેરે દેવતાઓ પ્રભુની સેવામાં સાથે જ રહે છે, દેવતાઈ મહાસુખને પણ દુઃખના કારણરૂપ સમજી આત્મકલ્યાણ ઝંખતા દેવતાઓ આત્મકલ્યાણની મૂર્તિ સમા શ્રી વીતરાગ અરિહંત નાથની પાસે દોડી દેડીને તેમની સેવા કરવા આવે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy