SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મેં એ નમાલી લાલચ માટે કરી છે. આપના ચરણની સેવામાં આ લોભ-લાલચને અંશ પણ ન હજો. પ્રભુ ! આપના પગલે પગલે વેરાતી અઢળક સંપત્તિને આપે આમસમૃદ્ધિની આગળ તણખલાથી તુચ્છ ગણી છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે. મારા આત્મામાં એ આત્મસમૃદ્ધિને સંચાર થાય, મારી સંસારી લાલચે નાશ પામે એટલા માટે હું આપના ચરણની ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! અનંત આત્મલક્ષમીના સ્વામી, આપના ચરણે, મુજ સમ રંકનું સદાને માટે શરણું હજે ! જાનુ બળ કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનુ નરેશ ૨ હે નિષ્કારણ જગદંબંધે ! તપ, ત્યાગ અને સંયમના માર્ગે આપે આત્માને સાક્ષાત્કાર કર્યો અને એ આત્મદર્શનના અમૃતનું સંસારને પાન કરાવવા આપે અનેક વિહાર કર્યા. આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને આ આત્મસાધનાના ઉપદેશનું પાન પરમશાન્તિને આપે છે. આ સ્વાર્થમય સંસારમાં બધું જ સ્વાર્થ મય છે. કોઈ કેઈનું સાચું સગું નથી. સૌ પિતાપિતાની આશાઓના પ્રેર્યા આવે છે, અને સ્વાર્થ સરતાં ચાલ્યા જાય છે. પ્રભુ ! આવા સ્વાર્થમય સંસારમાં પરમ કરુણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગબંધુ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy