________________
પ્રશસ્તિ
શ્રી વીર નિંદ્રની પટ્ટપરંપરાને વિષે કટપદ્રુમ સમાન, ઈચ્છિતને આપનાર, સુગંધીએ કરીને ખેંચેલ છે પંડિતરૂપી ભમરાને જેણે એવા, શાસ્ત્રના ઉત્કર્ષથી સુંદર, કુરાયમાન થતી અને વિશાલ છે કાંતિ જેની એવા, ફળને આપનાશ, દેદીપ્યમાન મૂલગુણ છે જેના એવા, હંમેશાં અતિ સારા મનવાળા શ્રીમાન અને દેવોથી પૂજિત શ્રીહીરસૂરીવર થયા. ૧, જેણે દર વર્ષે છ માસ સુધી સમગ્ર પૃથ્વીને વિષે જીવને અભયદાન આપવારૂપ પટલના મિષથી પોતાને યશરૂપી પટહ વગડાવ્યો હતો અને જેના મુખથી શુભ ધર્મોપદેશ સાંભળીને અધર્મરસિક, મ્લેચ્છને અગ્રેસર અને નિર્મલ મતિવાળે અકબર બાદશાહ ધર્મને પામ્યા હતો. ૨. તેની પાટરૂપી ઉંચા ઉદયાચલ પર્વતના શિખર પર
સ્કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન તથા ભવ્ય લોકેને ઈચ્છિત વસ્તુ આપવાને ચિંતામણિ સમાન શ્રી વિજયસેન સૂરિ થયા. જેના શુભ્રગુણથી જ જાણે હેય તેમ સ્વચ્છ મેઘથી વીંટાયેલ પૃથ્વીને ગળે જાણે જેની કીર્તિરૂપી સ્ત્રીને રમવા માટે દડે હોય તેમ શોભતે હતે. ૩ જે અકબર બાદશાહની સભામાં વાણીના વૈભવવડે વાદીઓને જીતીને શોર્યથી આશ્ચર્ય પમાડેલી અને લક્ષમીથી પરિવૃત થયેલી જયશ્રી કન્યાને વર્યા હતા, તેટલા માટે હે મિત્ર ! મનહર તેજવાળા આ (શ્રી વિજયસેન સૂરિ) ની વૃદ્ધ એવી કીર્તિરૂપી સતી સ્ત્રી પતિના અપમાનથી શંકિત મનવાળી થઈને અહીંથી દિગન્ત સુધી ચાલી ગઈ, તેમાં આશ્ચર્ય શું છે? ૪. તેની પાટે બહુ સૂરિઓથી સ્તુત્ય, મુનિઓના નેતા અને સ્વચ્છ ચિત્તવાલા શ્રી વિજયતિલક સૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ, હંસ અને હારના જેવી ઉજવલ શોભા છે જેની