SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ વ્યાખ્યાન. ૪૪૫ ભાવ છે હવે એમાં જે એક ખમાવે અને બીજે ન ખમાવે તે ક રસ્તો લે તે કહે છે. જે ઉપશમે છે તેની આરાધના થાય છે. જે ઉપશમ નથી તેની આરાધના થતી નથી, તેથી તેિજ ઉપશમિત થવું. “હે પૂજ્ય ! તે શા કારણથી?” એ પ્રમાણે શિષ્ય પૂછયે છતે ગુરૂ કહે છે કે-શ્રમણપણુ–સાધુપણું છે તે ઉપશમપ્રધાન છે. અહીં દષ્ટાંત કહે છે કે સિંધુ–સૈવીર દેશને અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાએથી સેવા ઉદયન નામે રાજા, વિદ્યુમ્ભાલી દેવતાએ આપેલી એવી શ્રી વીર પ્રભુની પ્રતિમાની પૂજાથી નીરોગી થયેલા ગંધાર શ્રાવકે આપેલી ગેળીના ભક્ષણ કરવાથી જેનું રૂપ અદ્દભુત થઈ ગયું છે એવી સુવર્ણગુલિકા નામે દાસીને દેવાધિદેવની પ્રતિમા સહિત હરણ કરનાર અને ચદ રાજાઓથી સેવાતા માલવ દેશના ચંડપ્રત નામે રાજાને દેવાધિદેવની પ્રતિમા પાછી લાવવા માટે ઉત્પન્ન થયેલા સંગ્રામમાં બાંધીને પાછા આવતાં દશપુર નગરમાં ચોમાસું રહે. વાર્ષિક પર્વને દિવસે રાજાએ પોતે ઉપવાસ કર્યો. રાજાએ હુકમ કરેલા રસોયાએ ભેજન માટે ચંડપ્રદ્યોતને પૂછ્યું. ત્યારે વિષની બીકથી “હું શ્રાવક છું તેથી મને પણ આજે ઉપવાસ છે” એમ કહો છતે “આ ધૂર્ત સાધમિકને પણ ખમાવ્યા વગર મારું પ્રતિકમણ શુદ્ધ થશે નહીં.” એમ ઉદયન રાજાએ ધારીને તેનું સર્વસ્વ પાછું આપીને અને તેના કપાલ ઉપર લખાવેલા “મારી દાસીને પતિ ” એ અક્ષરો આચ્છાદન કરવા માટે પિતાને મુકુટપટ્ટ આપીને શ્રી ઉદયન રાજાએ ચંડ પ્રોતને ખમા. અહીં શ્રી ઉદયન રાજાનું તેના ઉપશાંતપણાથી આરાધકપણું જાણવું. | કઈ વખતે બંનેનું આરાધકપણું હોય છે. તે આ પ્રમાણે– એક વખત વૈશાખી નગરીને વિષે સૂર્ય અને ચંદ્ર પિતાનાં
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy