SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪ –સંવત ૧૩૬૪) પર્યુષણાકલ્પ નિર્યુક્તિવ્યાખ્યાન, અને બીજાં ઘણું પ્રાકૃતસ્તોત્રે આદિ જેવા, બારમી સદીની પછી પણ રચાએલા પ્રાકૃત ગ્ર વિદ્યમાન છે. આ ચાલુ વિષય છેડતાં પહેલાં હું જેનJથેની શુદ્ધ લેખનવિદ્યા તરફ વાચકેનું ધ્યાન ખેંચું છું. જો કે, પ્રાયઃ સર્વ હસ્તલિખિત પ્રતિઓ એકજ કંગની જવામાં આવે છે, તથાપિ નિચેની બાબતમાં તે પરસ્પર વિરૂદ્ધ પડતી દેખાય છે – (૧) કેટલીક પ્રતિઓમાં “ય”-મૃતિ “અ” અને “આ”ની પછીજ વપરાઈ છે, ત્યારે કેટલીક પ્રતિઓમાં “ઈ” અને “ઈ” “ઉ” અને “ઉ” તથા “એ” અને “ઓ'ની પછી પણ જોવામાં આવે છે. શ્રી હેમચંદ્ર પિતાના વ્યાકરણના ૧, ૧૮૦ મા સૂત્રમાં વિધાન કરે છે કે “ય કૃતિ “અ” અને “આ”ની પછી આવે છે, પણ ટીકામાં કહે છે કે કેટલેક પ્રસંગે તે અન્ય સ્થળે પણ જોવામાં આવે છે. તેમનો એ નિયમ અંશતઃ અમારી હસ્તલિખિત પ્રતિઓથી સિદ્ધ થાય છે. કારણ કે “ય” અને “યા દરેક સ્થળે અ’ને ‘આ’ ની પછી જ આવે છે. પરંતુ ઘણીક પ્રતિઓમાં “ય” અને “યા’ સઘળા સ્વરે પાછળ પણ લખેલા દેખાય છે. આ બંને જાતની જોડણી (વર્ણરચના) ઘણું જુની તેમજ ઘણું સારી પ્રતિઓમાં નજરે પડે છે. તેથી આ બેમાંથી કઈ વધારે શુદ્ધ છે તેને નિર્ણય કરે અશક્ય છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ “યશ્રુતિ બધા સ્વરે પાછળ આવે તે વધારે સ્વરૂપ-સંગત છે. કારણ કે ‘ય’ શ્રતિ તે માત્ર લુપ્ત વ્યંજનને અવશેષ છે.? (૨) કેટલીક પ્રતિઓમાં સંયુક્ત-વ્યંજનો પહેલાંના “એ” અને “ઓ” અનુક્રમે “ઇ” અને “ઉ”ના રૂપમાં પરિવર્તિત થએલા જોવાય છે. આનું કારણ એ છે કે દેવનાગરી લિપિમાં “એ” અને “ ” ના હસ્વસ્વરૂપની સૂચક સંજ્ઞાઓનો અભાવ છે. અને તેને લઈને નીચે પ્રમાણેને ગુંચવાડો ઉભો થયો છે. જે “એ” તથા “એ” લખવામાં આવે તે વર્ણ-પરિમાણની ઉપેક્ષા થાય છે, કારણ કે સંયુક્ત-વ્યંજનની પૂર્વેને સ્વર હસ્વ થવો જોઈએ - ૧ પશ્ચિમ હિંદુસ્થાનની ગુફાઓમાંના પ્રાકૃત શિલાલેખમાં ઈ ના પૂર્વેના જ નો આદેશ ય થએલો છે ઉ. ત. પવયિતિકા અને પવઈતિકા પ્રવ્રુજિતિકા.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy