________________
૩૩૮
શ્રી કલ્પસૂત્ર
નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનના પ્રથમ બે ભેદનું ધ્યાન ધરતાં, અનંત વસ્તુના વિષયવાળું-અવિનાશી અને અનુપમ પ્રધાન કેવળજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થયાં–ચાવત સર્વ ભાવેને જાણતાં અને જોતાં તેઓ વિચરવા લાગ્યા. કષ્ણજીજ્ઞાસા–
રામતીના પૂર્વભવ ગિરનાર ઉપર સહ આમ્રવન નામના ઉદ્યાનમાં શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉપ્તન્ન થયું તે વખતે ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણ-વાસુદેવ પાસે જઈ આ શુભ વધામણું આપી. કૃષ્ણને એ સમાચાર સાંભળી ઘણે આનંદ થયે, અને એ વધામણીના બદલામાં સાડી બાર ક્રોડ જેટલું દ્રવ્ય આપી દીધું. તે પછી તેઓ પોતાની હેટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. રાજી મતી પણ બરાબર તે જ પ્રસંગે ત્યાં પ્રભુને વંદન કરવા આવી પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત નામના રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. કૃષ્ણ અંજલિ જેડી પ્રભુને પૂછયું કે –“હે સ્વામી ! આપને વિષે રાજીમતી આ અપૂર્વ સ્નેહ ધરાવે છે તેનું શું કારણ હશે?”
કૃષ્ણની જીજ્ઞાસા તૃપ્ત કરવા પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને નવ ભવને તેની સાથેને પિતાને સંબંધ નીચે પ્રમાણે કહી સંભળાવ્યું.
“(૧) પહેલાં ભાવમાં હું ધન નામે રાજપુત્ર હને અને તે (રાજીમતિને જીવ) ધનવતી નામની મારી પત્ની હતી.
(૨) બીજા ભવમાં અમે બને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયા હતા. . (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયા હતા, અને તે રત્નાવતી નામની મારી સ્ત્રી થઈ હતી.