________________
૩૧
સપ્તમ વ્યાખ્યાન. : તે તેના આ નાજુક દેહના બેહાલ થઈ જવાનાં, પણ હું માયુદ્ધ કરવાની ના પાડું તો તેમાં મારી નબળાઈ ગણાય. મારા . બાહુબળને પ્રભાવ તે મારે તેને બતાવો જ જોઈએ. ” આ ખરે નેમિકુમારે એક વચલે માર્ગ શોધી કાઢયો. તેમણે કૃષ્ણને કહ્યું કે –“બંધુ ! કોઈને જમીન ઉપર નાખી દેવો અને તેને પૃથ્વી ઉપર રગદોળવે એ તે સાધારણ માસનું યુદ્ધ ગણાય. આપણે જે બળની પરીક્ષાજ કરવી હોય તે પરસ્પરની ભુજાને કે કેટલી નમાવે છે તે ઉપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.” કણે એ વાત કબુલી અને તરત જ પિતાને હાથ લંબાવ્યો. કૃષ્ણ લાંબા કરેલા બાહને નેમિકુમારે તે નેતરની સોટીની પેઠે જોતજોતામાં વાળી નાખે. પછી નેમિકુમારે પિતાને ડાબા હાથ લંબાવ્યું. વૃક્ષની શાખા જેવા શ્રી નેમિજિનના બાહુને વિષે શ્રીકૃષ્ણ વાંદરાની જેમ લટકી રહ્યા. આથી તેમને બહુ ખેદ થયે અને તેમનું શ્યામ મુખ શરમને લીધે વધારે શ્યામ થયું, ત્યારથી તેમનું “હરિ” (કૃષ્ણ) નામ, હરિ (વાંદર) તરીકે યથાર્થ થયું.
કૃષ્ણની ચિંતા અને ચાલાકી બીજી પણ અનેક રીતે કૃષ્ણ પોતાનું બળ અજમાવ્યું. છતાં તેમાં તે ન ફાવ્યા. પિતાની શરમને ઢાંકવા અને નેમિકુમારને સારૂં લગાડવા તેમણે નેમિકુમારને પોતાની છાતી સરસા ચાંપ્યાં અને કહ્યું કે –“પ્રિય બંધુ ! જેમ બળભદ્ર મારા બળને લીધે જગતને તૃણવત્ લેખે છે તેમ હું પણ હવે તમારા બળથી જગત્ને તૃણ સમાન લેખું છું. ” તે પછી તેમણે નેમિકુમારને રજા આપી.
એકાંતમાં બેસી કૃણ વિચારવા લાગ્યા કે-“આ મહા
૨૧