________________
૨૮૦
શ્રી કલપસૂત્રકેટલી બધી વિસદશ છે? કારણ હોય તેવું જ કાર્ય થાય એમ કંઈજ નથી, જગતમાં કારણથી પણ ઘણું વિચિત્ર પ્રકારનાં કાર્યો જોવામાં આવે છે.
સુધર્માની જીવનભરની શંકા ક્ષણમાત્રમાં શમી ગઈ. તેણે પણ તેજ વખતે પ્રભુ પાસે પોતાના પાંચ શિવે સાથે દીક્ષા લીધી.
છઠ્ઠા ગણધર–મંડિત પંડિત–બંધ અને મોક્ષ
છઠ્ઠા મંડિત નામના પંડિતે વિચાર કર્યો કે “ઈન્દ્રભૂતિ જેવા અગ્રગણ્ય આગેવાન પંડિતે જેની પાસે નમ્ર બની દીક્ષિત થાય તે મારા પણ પૂજય પુરૂષ ગણાય.” એટલે તે પણ પોતાની શંકાને ખુલાસો મેળવવા પ્રભુ પાસે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે આવી પહોંચે. પ્રભુએ તેને કહ્યું કે–હે મંડિત ! “આત્માને કર્મને બંધ તથા કર્મથી મેક્ષ હશે કે નહીં? ” એ શંકા તારા મનમાં નિરંતર રમી રહી છે ને? પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદવાક્યોથી જ એ શંકા તને થઈ છે. __स एष विगुणो विभु न बध्यते संसरति वा मुच्यते मोचयति વા ન વા ૪૫ વાઘાખ્યત્તરં વા વેટ--આ વેદ પદથી તું એમ માની બેઠે છે કે આત્માને કર્મને બંધ કે મુક્તિ જેવું કંઈ ન હોઈ શકે. તું તે વાકયને અર્થ આ પ્રમાણે કરે છે –
–તે આ આત્મા વાળો–સત્વ, રજસૂ અને તમગુણ રહિત છે, વિમુ–સર્વવ્યાપક છે,
વધ્ય-કર્મથી બંધાતું નથી, શુભ અશુભ કર્મના બંધન રહિત છે.