________________
ષષ્ટમ વ્યાખ્યાન
૨૫૫
શકાય. પરાર્ધથી ઉપર ગણિત હોય અને સર્વજ્ઞ પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે તે પણ તે અધુરાં ને અધુરાં જ રહી જાય.”
આ જવાબ સાંભળી ઈન્દ્રભૂતિ આશ્ચર્યથી લેવાઈ ગયે. તેને થયું કે ખરેખર એ ધર્ત કઈ જમ્બર માયાવી હવે જોઈએ. તેણે આ સમગ્ર જનતાને પણ કેવી આંજી નાખી છે! પરંતુ તેથી શું થયું ? હાથી કમળને ઉખેડી નાખે, અને સિંહ એકાદ હરણને હણ નાખે તેમાં તેની બહાદૂરી ન ગણાય. જ્યાં સુધી એ સર્વજ્ઞ મારી સાથે વાદવિવાદમાં નથી ઉતર્યો ત્યાં સુધી જ તેનું મિથ્યાભિમાન ટકી રહેવાનું. પણ આમ મારે બેઠા બેઠા કયાં સુધી સહન કરવું? જેમ અંધકારના સમુહને નાશ કરવામાં સૂર્ય જરા પણ વિલંબ કરતું નથી, અને અગ્નિને હાથને
સ્પર્શ થતાં જ તે પોતાને પ્રતાપ બતાવી આપે છે અથવા સિંહ પિતાની કેશવાળી ખેંચાતાં જેમ તાડુકી ઉઠે છે, તેમ મારે પણ
એ સર્વને મિથ્યાડંબર જોતજોતામાં તોડી નાખવું જોઈએ. જેણે પ્રખર પંડિતની સભામાં ભલભલા વાદીઓના હોં બંધ કરી દીધાં છે એવા મારી પાસે, આ ઘરમાં જ શૂરવીર બની બેઠેલો સર્વજ્ઞ કયાં સુધી સ્પર્ધા કરી શકવાને હતે? જે અગ્નિ જ્હોટા પર્વતને ક્ષણમાત્રમાં બાળીને ભસ્મ બનાવી દે તે અગ્નિ પાસે, એક સૂકા લાકડાના ઠુંઠાનું શું ગજું છે ? જે વાયુ મર્દોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂકે તેની પાસે એક રૂની પુણનું શુ જેર ચાલે ?
બગાડ દેશમાં જન્મેલા પંડિતે તે મારા ભયથી ડરને દૂર દેશમાં ચાલ્યા ગયા છે, ગુજરાતના પંડિતે જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, મારા ભયથી માળવાના પંડિત મરી ગયા છે, તિલંગ દેશના પંડિતે તે મારાથી ડરીને ક્યાંઈ નાશી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ ગણુતા પંડિતે, શરમથી દુ:ખી થઈ રહ્યા છે.