________________
લકમ વ્યાખ્યાન.
૨૫૩
ઇન્દ્રભૂતિને ક્રોધ અને ખેદ! એટલામાં શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી દેવેના સમુહ ઉતરવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણે પરસ્પરને કહેવા લાગ્યા કે –“ અહો ! આપણા યજ્ઞને કેટલો બધો પ્રભાવ છે ? આપણે મંત્રથી જે દેવોનું આહાન કરીએ છીએ તે દેવ પિતે જ સીધા આપણુ યજ્ઞમંડપમાં ઉતરી આવે છે.” બધા બ્રાહ્મણે દેવની રાહ જોતા, આકાશ તરફ તાકી રહ્યા. દેવોએ ગતિ ફેરવી, અને તેઓ યજ્ઞમંડપને છેડી શ્રી મહાવીર પ્રભુ તરફ઼ જવા લાગ્યા, આથી બ્રાહ્મણનાં હે પડી ગયાં. તેમની આશા વ્યર્થ ગઈ!
કઈ બોલી ઉઠયું કે –“ આ દેવે તે સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે !”
સર્વજ્ઞ” શબ્દ કર્ણાચર થતાં જ ઈન્દ્રભૂતિના હૃદયમાં ક્રોધાગ્નિ સળગી ઉઠ્યો. તે વિચારવા લાગ્યો. મારા સિવાય, આ પૃથ્વીના પડ ઉપર બીજે સર્વજ્ઞ હોઈ જ કેમ શકે? મારી હયાતીમાં બીજો કોઈ સર્વજ્ઞ હોય એ વાત હું કેમ કબુલ કરું?
કે જેને સર્વજ્ઞ કહે છે તે કોઈ જબરદસ્ત તારી હે. જોઈએ. પણ આ શું? મૂર્ખ લોકોને તે ધુતારે થોડી વારને માટે છેતરી શકે, પણ આ દે એવી ભૂલ કેમ કરતા હશે? આ પવિત્ર યજ્ઞમંડપને અને મને-સર્વજ્ઞને છેડીને દેવે સીધા ત્યાં કેમ ચાલ્યા ગયા? ખરેખર આ દેવેને છેતરનાર કેઈ એક પાકે. પાખંડી હોવો જોઈએ ! નહિંતર નિર્મળ જળને છેડી જનાર કાગડાની પેઠે, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી જનાર દેડકાની પેઠે, સુગંધી ચંદનને છેડી દેનારી માખીઓની પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છેડી દેનાર ઉંટની પેઠે, મિષ્ટ દૂધપાક છેડી દેનાર ભૂંડની પેઠે અને સૂર્યના ઝળહળતા પ્રકા