________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૪૩
નાખવું ઘટે. એ શુભ કાર્ય કરવાથી આપણે બન્ને પુણ્યના ભાગીદાર થઈશું. તેથી તમે બીજાં કામ પડતાં મૂકી તત્કાળ પ્રભુની ચિકિત્સા કરવામાં ચિત્ત આપો.”
વૈદ્ય અને સિદ્ધાર્થ તો વાત કરતાજ રહ્યા. એટલામાં પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભ ધ્યાન વિષે આરૂઢ થયા. સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય ઉદ્યાનમાં પહોં
ચા. ઓષધ સામગ્રી પણ પોતાની સાથેજ લીધી. ખરક વૈદ્ય પિતાની વૈદ્યવિદ્યામાં ભારે કુશળ હતું. તેણે સાણસી વડે પ્રભુના કાનમાંના બને ખીલા ખેંચી કાઢયા. કાનમાં ઉંડા પેસી ગયેલા રૂધિરથી તરબળ ખીલા જેવા ખેંચાયા કે તે જ વખતે પ્રભુ મહાવીરના કંઠમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ ! એ ચીસના કાતરધ્વનિથી આખું ઉદ્યાન ખળભળી ઉઠયું. પછી સંરેહિણી ઓષધીથી પ્રભુના અને કાન તત્કાળ રૂઝવી, પ્રભુને ખમાવી ભક્તિપૂર્વક વંદન તથા નમસ્કાર કરી, સિદ્ધાર્થ શેઠ તથા ખરક વૈદ્યરાજ પોતાના ઘેર આવ્યા. પછી લોકોએ તે સ્થળે એક દેવાલય પણ બંધાવ્યું.
વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ મરીને સ્વર્ગે ગયા, ખીલાને ઘેર ઉપસર્ગ કરનાર પાપી ગોવાળ મરીને સાતમી નરકે ગયે.
એ રીતે ઉપસર્ગોને આરંભ પણ ગવાળથી થયે અને ઉપસર્ગોની પરિસમાપ્તિ પણ ગોવાળથીજ થઈ. આ ખીલાનો ઉપસર્ગ પ્રભુને છેલ્લે ઉપસર્ગ હતો.
ઉપસર્ગોની ઉત્કૃષ્ટતાઃ એક પૃથક્કરણ વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ તે કટપુતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ સંયમદેવે જે કાળચક