________________
૨૨૩
છમ વ્યાખ્યાન. એ તેને ત્યાં પણ માર્યો. એવી રીતે બન્ને જગ્યાએ લેકાએ તેને મુનિ જાણું છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાલાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરા પણ ચલાયમાન ન કરી શકવાથી, થાકીને પોતાને અપરાધ ખમાવીને પ્રભુનો મહિમા ગાયે. ત્યાંથી વિહાર કરી, પ્રભુ
હાર્ગલ ગામ પધાર્યા. ત્યાંના જિતશત્રુ નામના રાજાના અમલદારેએ, મનધારી પ્રભુને તથા ગશાળાને છુપા જાસુસ માની પકડયા અને રાજા પાસે હાજર કર્યો. રાજસભામાં ઉ૫લ નામને નિમિત્તે પ્રથમથી જ આવીને બેઠા હતા. તેણે પ્રભુને એકદમ ઓળખ્યા અને પોતે ઉભા થઈ પ્રભુને ભકિતપૂર્વક વંદન કર્યું. તેણે રાજાને કહ્યું કે –“રાજન ! આ જાસૂસ નથી, તેમ કઈ સાધારણ મનુષ્ય પણ નથી. સિદ્ધાર્થ રાજાના પુત્ર-વિશ્વવંદ્ય શ્રી વર્ધમાન સ્વામી પિતે જ છે!” રાજાએ તરતજ પ્રભુને તથા
શાળાને મુક્ત કર્યો. પોતાના અધિકારીઓની ભૂલ બદલ પોતે પ્રભુ પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા યાચી. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટમુખ નામના ઉદ્યાનમાં શ્રી મલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કઈ પ્રદેશમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. એ અરસામાં તે નગરને વગુર નામને શ્રાવક, શ્રી મલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો. તે વખતે ઈશાનેંદ્ર, શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આવેલ. તેણે વગુર શ્રાવકને પૂજા કરવા જતે જોઈ કહ્યું કે –“વગુર શ્રાવક! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી, જિનેશ્વરના બિંબને પૂજવા કયાં જાઓ છે ? આ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુ પોતે જ છે. તેઓ છઘસ્થપણે વિચરતા વિચરતા અહીં આવી પ્રતિમા ધ્યા