SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્ય શિષ્ય સુધર્માને ઉલટપાલટ લખી દીધા છે, અર્થાત શિષ્યનું ગોત્ર ગુરૂને લગાડયું છે. જેને સૂત્રોમાં સુધર્માને મહાવીરના સિદ્ધાન્તોના પ્રવર્તક તરીકે લખ્યા છે, કે જેમણે જંબુસ્વામીને પ્રથમ સત્રોપદેશ આપ્યો હતો. આ સુધર્મા “અગ્નિવેશ્યાયન ” ગોત્રના હતા. દુર્ભાગ્યે, નિગઠનાતપુરના સિદ્ધાંતદર્શક સામજફલસુત્તના તે ભાગને અર્થ સ્પષ્ટ સમજાતો નથી. છતાં પણ તેના આનુમાનિક ભાષાન્તર ઉપરથી, હું કહી શકું છું કે “નિગષ્ઠનાતપુત’ને મહાવીર તરીકે જ ગણવામાં કોઈ પણ પ્રકારનો બાધ આવે તેમ નથી. ડો. બુહરે પણ એક કથાના આધારે મહાવીરને નિગષ્ઠનાતપુત્તરૂપે જે સ્વીકાર્યા છે તે હકિકત પણ આ કથનને પુષ્ટિ આપે છે. બૌદ્ધધર્મના 2416419412 (Hardy Manual of Buddhisin p. 271 ), વૈશ્યન્તર અને અન્યગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે નિગઠનાતપુતે પિતાના ઉપાલિ નામના એક શિષ્ય, કે જેણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો, તેની સાથે કલહ કર્યા પછી પાવામાં કાળ કર્યો હતો. કલ્પસૂત્ર પ્રમાણે પણ મહાવીરનું દેહાવસાન પાવામાં જ થયેલું હોવાથી, તેમજ જૈન યતિઓ નિગણઠે કહેવાતા હોવાથી, એ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે “નિગણ્યનાથ ” એ શબ્દ મહાવીર માટે જ વપરાયો છે. આ પ્રમાણે બુદ્ધ અને મહાવીર એ બન્ને ભિન્ન પરંતુ સમકાલીન વ્યક્તિઓ હતી. આ ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે આ બંને ધર્મોપદેશકના નિર્વાણસમયમાં થોડાક જ વર્ષોનું અંતર હોવું જોઈએ. હવે જનરલ કનિહામે કરેલી અશોકની ત્રણ નવી આજ્ઞાઓની શોધ ઉપરથી અને ડો. બુહરે ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ કરેલા તેમના અને થંચન ઉપરથી, બુદ્ધને નિર્વાણસમય ઈ. સ. પૂર્વે ૪૭૭ના અરસામાં નિર્ણત થયો છે. તેથી મહાવીરનિર્વાણને સમય પણ ઈ સ. પૂર્વે ૪૯૦ અને ૪૬૦ની વચ્ચે આવો જોઈએ. તાઓની પરંપરાનુસાર મહાવીરનિર્વાણને સમય વિક્રમ સંવત પહેલાં ૪૭૦ વર્ષે આવે છે, અને દિગબરના મતે વિક્રમસંવત પૂર્વે ૬૦૫ વર્ષે આવે છે. આ બન્ને સંપ્રદાયોની નોંધાએલી નિર્વાણની તારીખોમાં જે ૧૩૫ વર્ષનો તફાવત જોવામાં આવે છે તે સંવત અને શક વચ્ચેના કાલની બરાબર છે અને આ ઉપરથી એવી સંભાવના ઉભી થાય છે કે દિગમ્બરેને વિક્રમ સંવત તે શાલિવાહન શક છે. કારણ કે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy