________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૧૯૩ હવે પેલે બ્રાહ્મણ, કિંમતી વસ્ત્રને અર્ધભાગ મળવાથી ખૂબ ખુશી થતે થતો સત્વર પોતાને ગામ આવ્યું. તેણે તે અર્ધ દેવદૂષના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું અને કેની પાસેથી કેવીરીતે મળ્યું તે વૃત્તાંત અથથી ઇતિ પર્યત કહી સંભળાવ્યો. તુણનારે આખરે કહ્યું કે –“હે સોમ! જે તું આ વસ્ત્રને બીજે અરધે ટુકડે લઈ આવે તે બન્ને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધે ન દેખાય અને તે વેચવા જા તે તે અખંડ જેવા દેખાતા વસ્ત્રના એક લાખ સેનેયા તે જરૂર ઉપજે. એમાં આપણા બેને ભાગ. તું હમણ ને હમણું પાછા પ્રભુ પાસે જા, તેઓ તે મમત્વરહિત અને કરૂણાના સાગર છે, એટલે તને બીજો અર્ધભાગ પણ કાઢી આપશે. અને આપણે બન્ને જોતજોતામાં માલદાર થઈ જઈશું.” બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યું તે ખરે, પણ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટક્ત રહ્યો ! તેના મનમાં એમ હતું કે જે તે અર્ધવસ્ત્ર પ્રભુની ખાંધેથી પડી જાય તે ઉપાડીને ચાલ્યો જઉં!
પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયો. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યને અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયે. પ્રભુએ એકવાર તે પડી ગયેલા વસ્ત્ર તરફ સિંહાવકનની જેમ દષ્ટિ કરી અને ત્યાંથી આગળ ચાલ્યા. “પ્રભુએ પાછળ શામાટે દષ્ટિ કરી ? ”એ વિશે મતભેદ છે. કઈ કહે છે કે પ્રભુએ પાછું વાળીને જોયું તે વસ્ત્ર પ્રત્યેની મમતાને લીધે. કેટલાકનો એવો મત છે કે તે વસ્ત્ર સારે સ્થાને પડયું કે નરસા
૧૩