________________
૧૯૨
શ્રી કલ્પસૂત્ર. તેમ હું પણ ખરે અવસરે પ્રમાદમાં બેસી રહ્યો અને તેથી આ પના દાનને કંઈ જ લાભ ન મેળવી શક્ય. હે સ્વામી ! સૂવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયે હતું કે મારી ઉપર સુવર્ણધારના બે ટીપાં પણ ન પડયાં! હે પરદુઃખભંજક.! પરદેશમાં આટલું ભમવા છતાં પણ મારું નસીબ ન ફર્યું, જે ગયો હતે તે જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારા જે પુણ્યહીન નિરાશ્રય અને નિર્ધન, આપ જેવા જગતને વાંછિત આપનારા પુરૂષના શરણે ન આવે તે બીજે કયાં જાય ? ઋદ્ધિની. મહેાટી નદી વહેવડાવનાર આપને મારા જેવા ગરીબનું દારિદ્રય કાઢવું, એમાં તે શી મોટી વાત હતી? જેણે આખા પૃથ્વીતળને જળથી ભરી દીધું હોય એવા મેઘને એક તુંબડું ભરવું હોય તે કંઈ ખાસ પ્રયાસ કરે પડે ખરે? માટે હે કૃપાનિધિ! મને કંઈક આપો. આપ તે સકળ પ્રાણુઓ ઉપર કરૂણની એકસરખી ધારાઓ વષવી રહ્યા છે, મારા જેવા આશાભર્યા ગરીબ બ્રાહ્મ ણને નિરાશ નહિં કરે !” કરૂણાળુ પ્રભુએ તે વખતે પિતાની પાસે બીજી કઈ કીમતી વસ્તુ ન હોવાથી, દેવદુષ્ય વસ્ત્રને અરધે ભાગ આપે, અને બાકીને પાછા પોતાના ખભા ઉપર મુક્યા ! કેટલાક આચાર્યો આ ઉપરથી એવાં અનુમાન બાંધે છે કે પ્રભુ જેવા દાનેશ્વરીએ, પિતાને જેની મુદલ જરૂર ન હતી તેવા વને. અર્ધભાગ જ આપે, તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર-પાત્રની મૂછ જ સૂચવે છે. કેઈ કહે છે કે કાળના પ્રભાવથી ઋદ્ધિશાલી મનુષ્ય પણ ઉદારચિત્તથી ઉચિતપણું નહિ કરે, એમ એ ઉપરથી સૂચવાયું. કેટલાક કહે છે કે પ્રભુ પોતે પ્રથમ વિપકુલમાં આવ્યા હતા તેના સંસ્કાર જ તેમને આડે આવ્યા અને તેથી જ તેમણે અર્ધ વસ્ત્ર આપ્યું . . . . . . . .