________________
૧૫૮
શ્રી ક૯પસૂત્રપવિત્ર કરે. ઉત્સવ જેવા માટે જે લેકે એકઠા થાય તે બેઠા બેઠા બધું જોઈ શકે તે માટે રસ્તાને કિનારે માળબંધ માંચડાએ બંધાવે. વિવિધ પ્રકારના રંગથી રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વિગેરે પશુ-પક્ષીઓના ચિત્રોવાળી ધજાપતાકાઓથી નગરને શણગારે. ભીંતે અને જમીનને છાણ તથા ચુના વિગેરેથી એવી સફાઈદાર બનાવો કે જાણે પૂજન આદર્યું હોય એમજ લાગે ! ગોશીષ, ચંદન, ઉત્તમ રકતચંદન અને દર્દર નામના પહાડી ચંદનવડે, નગરની ભીંતે વિગેરે સ્થળે પાંચ આંગળીઓ અને હથેળીઓના થાપા મરા ઘરની અંદર ચેકમાં મંગળકળશો સ્થપા, ઘરના દરેક દરવાજે, ચંદનના કળશેથી રમણીય લાગે એવા તેમણે બંધાવે, ઠેઠ ભૂમિ સુધી ઝુલે એવી વિશાળ અને ગેળ આકારની પુષમાળાઓ લટકાવે, સરસ સુગધી પંચવણ પુષ્પના સમુહ યોગ્ય સ્થળે ગઠવી નગરને સંસ્કાયુકત બનાવે, કાળે અગરૂ, ઉંચી જાતને કિં, સેલારસ, અને દશાંગધૂપ પ્રકટાવી સારા નગરને સુવાસિત બનાવી મૂકે, ઉત્તમ ગંધવાળાં ઉંચી જાતના ચૂણેથી એવી સુગંધ પ્રસરાવકે આખું નગર જાણે સુગંધી પદાર્થોની બનાવેલી એક ગોળીજ હોય એ ભાસ થયા વિના ન રહે. મેં કહ્યું તેવું નગર તમે પિત કરો અને બીજાની પાસે કરાવો!
તે સિવાય નાચ કરાવનારા, નાચ કરનારા, દેરપર ચડી ખેલ કરનારા, મલયુદ્ધ કરનારા, મુંડીથી યુદ્ધ કરનારા, હાસ્યકુતૂહલ કરાવનારા વિદૂષકો, ભાંડ-ભવાયા, હાથી, ઉંટ કે ઉંચા રાખેલા વાંસને ટપી જનારા, નદી વિગેરે તરનારા, રસિક કથાઓ કહેનારા, રાસ રમનારા, કેટવાળે, વાંસપર ચડી તેના અગ્રભાગ ઉપર ખેલનારા, ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારાગરીપુત્ર, ચામડાની મસકમાં વાયુ ભરી બજાવનારા, વણા