________________
ચતુર્થ વ્યાખ્યાન. ગ્રંથમાં ચાવીને તીર્થકરીને ગર્ભસ્થિતિકાળ કહ્યો છે તે અહીં નીચે આપીએ છીએ. (અહીં દરેક તીર્થકરને ગસ્થિતિકાળ જેટલા માસ તથા જેટલા દિવસ પૂરેપૂરા થયા તે જ કહ્યા છે. તે ઉપરાંત અ દિવસ વિવક્ષિત નહીં હોવાથી કહ્યો નથી. તે સંભવ પ્રમાણે પિતાની મેળે સમજી લે.)
(૧) શ્રી ઋષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રા, (૨) અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચીસ દિવસ (૩) સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૪) અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠયાવીસ દિવસ, (૫) સુમતિનાથપ્રભુ નવા માસ અને છ દિવસ (૬) પદ્મપ્રભુ નવ માસ અને છ દિવસ (૭) સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીસ દિવસ (૮) ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ (૯) સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૦) શીતળનાથ પ્રભુ ૧ માસ અને છ દિવસ (૧૧) શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૨) વાસુપૂજ્ય પ્રભુ આઠ માસ અને વિશ દિવસ (૧૩) વિમળનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ (૧૪) અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૧૫) ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૬) શાંતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૧૭) કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દીવસ (૧૮) અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૧૯) મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ ( ૨૦ ) મુનિસુવ્રત સ્વામી નવ માસ અને આઠ દિવસ (૨૧) નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૨) નિમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૩) પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૨૪) શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ.
૧૦