________________
નીય વ્યાખ્યાન.
૧૫ એ કનાત ઉપર અનેક પ્રકારનાં મનહર અને આશ્ચર્યકારક ચિત્ર આલેખાયેલાં હતાં. વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગરમચ્છ, પંખીએ, સર્પો, કિન્નરદે, રૂરૂ જાતિના મુગલાં, અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરી ગાયે, હાથીઓ, તેમજ અશોકલતા વિગેરે વનલતાઓ અને પલતાઓના કળાભરેલાં ચિત્રે તેમાં મુખ્ય હતાં. આ જવનિકા બંધાવવાને ઉદ્દેશ એજ હતું કે અંદરના ભાગમાં રાણું વિગેરે અંત:પુરવાસિનીએ નિરાંતે બેસી શકે.
રાણીનું સિંહાસન - કનાતની અંદર રાણીને બેસવાને માટે એક સિંહાસન ગોઠવવામાં આવ્યું. તેની ઉપર પણ મણિનની સુંદર રચના કરવામાં આવી હતી. બેસવાની જગ્યાએ સ્વચ્છ અને કમળ રેશમી ગાદી બીછાવી તેની ઉપર સફેદ ચાદર પાથરવામાં આવી.
એ રીતે તે અતિશય કમળ અને શરીરને સુખકારી લાગે એવું સિંહાસન ગોઠવાયું.
સ્વમ પાઠકને આમંત્રણ ' પછી પિતાના કેબિક પુરૂષોને બેલાવી સિદ્ધાર્થ રાજાએ કહ્યું કે –“હે દેવાનુપ્રિય! તમે જલદી, અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના પારંગતે, તેના સૂત્ર અને અર્થના સારા જાણકાર તથા વિવિધ પ્રકારના શાને વિષે કુશળ એવા સ્વપ્ન પાઠકને બેલા.”
નિમિત્તશાસ્ત્રના આઠ અંગ. ' (૧) અંગવિદ્યા–અંગના ફરકવા વિષે જેમાં વિચાર કરવામાં આવ્યો હેય, અર્થાત્ પુરૂષનું જમાવ્યું અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે સારું વિગેરે આબતો જેમાં હોય તે.