________________
તૃતીય વ્યાખ્યાન સ્વમદન (ચાલુ)
પાંચમું સ્વમ–પુષ્પમાળ પાંચમા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ, કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ કુવાળી ચેમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી નીચે ઉતરતી જોઈ. તેમાંથી ચંપાના, અશોકના, પુન્નાગના, નાગકેસરના, પ્રિયંગુના, શિરીષના, મેગરાના, મહિ. કાના, જાઈના, જુઈના, અંકેલના, કેજના, કેરિંટના, ડમરાના, નવમાલિકાના, બકુલના, તિલકના, વાસંતિકાના, સૂર્યવિકાસી કમળના, ચંદ્રવિકાસી કમળના, ગુલાબના, મચકુંદના અને માધવી લતાના પુષ્પની તેમજ આંબાની મંજરીની સુગંધ છુટતી હતી. એ અનુપમ અને મહર સુવાસથી દશે દિશાઓ છવાઈ જતી હતી. સર્વ જતુઓના સુગંધી પુષ્પ તેમાં ગુંથાએલા હોવાથી જાણે કોઈ ચિતારાએ વિવિધ રંગથી પટપર માળા ચિતરેલી હોય એ ભાસ થતા હતા. વચમાં વચમાં સફેદ કુલની સાથે દેદીપ્યમાન અને રમણીય લાલ-પીળા રંગના વિવિધ રંગી પુપે પણ પરોવવામાં આવ્યાં હતાં. માળામાંથી છૂટતી મનમોહક સુવાસને લીધે, ચારે તરફથી આકર્ષાઈ આવેલાં ભ્રમ. રાઓ અને કામરીને સમુહ, માળાની આસપાસ ફરતો, કર્ણને પ્રિય લાગે તે ગુંજારવ કરતે હતે.
છઠું સ્વમ–ચન્દ્રદર્શન છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલા માતાએ ચન્દ્રનાં દર્શન કર્યા.