________________
પ્રથમ વ્યાખ્યાન
વર્ષના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયે. વિશ્વભૂતિ એક વખત પોતાના અંત:પુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં કીડા કરતા હતા. તે જોઈ તેના કાકાના દીકરા વિશાખનંદીને ઈર્ષા આવી કે “જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે, ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહીં, માટે તેને કપટ કરી બહાર કાઢે તે ઠીક થાય.” એમ વિચારી વિશાખનંદીએ કપટ કરી સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢયે, અને પોતે ઉદ્યાનમાં રહી પિતાની સ્ત્રીઓ સાથે રમત કરવા લાગ્યો. વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ખુબ ક્રોધ ચડે. તેણે કઠાના વૃક્ષને માત્ર એક મૂઠી મારી બધાં ફળો નીચે પાડી દીધાં. અને વિશાખનંદીને ઉદ્દેશીને બે કે-“આ કઠાનાં ફળની જેમ તમારા બધાનાં મસ્તકે હું જોતજોતામાં ધરતી ઉપર રગદળી શકું છું, પણ શું કરું? વડિલે તરફની મારી ભક્તિ અને તેમ કરતાં અટકાવે છે. મારે હવે આવા કપટયુક્ત ભેગેપગે નહીં જોઈએ.” પછી વિષયેથી વિરકત થયેલા વિશ્વભૂતિએ સંભૂતિ નામે મુનિરાજ પાસે દીક્ષા લીધી. તેઓ એક હજાર વર્ષને ઉગ્ર તપ તપતા, વિચરતા વિચરતા એક વખત માસખમણના પારણે ગોચરી માટે મથુરામાં પધાર્યા. તે વખતે તેમના કાકાને દીકરે વિશાખનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યું હતું. તેણે તપથી અત્યંત કૃશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે, તેવામાં એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઈને વિશાખનંદી હસી પડ્યો અને તેનાથી બોલાઈ જવાયું કે “એકમાત્ર મૂડીના પ્રહારથી આખી કઠીને ખંખેરી નાખવાનું તારૂં બળ ક્યાં ચાલ્યું ગયું?” વિશાખનંદીના એવા ઉદગાર સાંભળી વિશ્વભૂતિને ક્રોધ વ્યા અને તેણે ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને એવું નિયાણું કર્યું કે-“હું