________________
૪૮
શ્રી કલ્પસૂત્ર
( ૧ )એ વ્યાકરણ (૨ ) જૈનેદ્ર વ્યાકરણ (૩) સિદ્ધહેમચ'દ્ર વ્યાકરણ (૪) ચાંદ્ર વ્યાકરણ (૫) પાણિનીય વ્યાકરણ ( ૬ ) સારસ્વત (૭) શાકટાયન (૮) વામન ( ૯ ) વિશ્રાંત (૧૦) બુદ્ધિસાગર ( ૧૧ ) સરસ્વતીકાલરણ ( ૧૨ ) વિદ્યાધર (૧૩) કલાપક ( ૧૪ ) ભીમસેન (૧૫) શૈવ (૧૬) ગાડ ( ૧૭ ) ન ંદિ (૧૮) જયાપલ ( ૧૯ ) મુષ્ટિ (૨૦) જયદેવ વિગેરે.
“હે દેવાર્તાપ્રયે ! તમે ખરેખર આરોગ્ય, સ ંતાષ, દીર્ઘાયુષ્ય, મંગલ, અને કલ્યાણકારી સ્વપ્ન જ જોયાં છે. ” એમ કહી તે વારંવાર તેની અનુમાદના કરવા લાગ્યા. દેવાન દાના ઉત્તર.
દેવાનંદા બ્રાહ્મણીએ પેાતાના સ્વામી પાસેથી બધી હકીકત સાંભળી અને હૃદયમાં અવધારી. પછી તે વિકસિત હૃદયવાળી, સંતુષ્ઠ મનવાળી નારી બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, આવત્ત કરી, મસ્તકે અંજલી જોડી કહેવા લાગી કે: “ હું દેવાનુપ્રિય, એ એમજ છે, તમે સ્વપ્નાનુ જે ફળ કહ્યું તે ખરાખર જ છે. તે સ ંદેહ રહિત છે. ઇચ્છાને અનુરૂપ જ છે. આપના મુખમાંથી પડતાં જ મેં તે ગ્રહણ કર્યું છે. તમે જે અથ કહેા છે તે યથાસ્થિત જ છે.” એ પ્રમણે કહી તેણે સ્વપ્નાના સારી રીતે અંગીકાર કર્યો, અને ઋષભદત્તની સાથે મનુષ્ય સંબ ંધી ઉદાર અને ભાગવવા યાગ્ય ભાગ ભાગવતી રહેવા લાગી. સાધમે ન્દ્ર.
તે કાળે અને તે સમયે સાધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠા છે એ પ્રમાણે સંબ ંધ છે. તે સૌધર્મેન્દ્ર કેવા છે ? શ નામના સિંહાસન ઉપર બેસનારા, દેવાના સ્વામી, ક્રાંતિ વિગેરેથી દેવામાં અધિક શાભતા, હાથમાં વજ્રને ધારણ કરનારા, દૈત્યાના