________________
પ્રસ્તાવના વર્તમાનકાળે શ્રમણવર્ગમાં ચારિત્રપાલનમાં વિશેષતઃ શિથિલતા દેખાઈ રહેલ છે. દીક્ષા અંગીકાર કરતી વખતે પાંચ મહાવતના સંપૂર્ણપણે પાલનના અને છઠા રાત્રિભોજન ત્યાગના નવનવ કેટીએ, પંચ પરમેષ્ઠિ અને ચતુર્વિધ શ્રી સંઘ સમસ્ત, સદગુરૂના મુખે ભીષ્મ પ્રતિજ્ઞા લેવાય છે અને સર્વ પ્રાણી ભૂત, જવ, સત્વ સાથે સંપૂર્ણ મૈત્રીભાવે રહેવાને એકરાર કરે છે પણ તે પછી પ્રાયઃ મોટે ભાગે શિથિલતા પ્રવેશ પામે છે. તે પ્રવેશવા ન પામે, સંયમી જને પિતાના નિયમો અને વ્રતોને નજર સમક્ષ રાખી આત્મ સાધનામાં આગળ ને આગળ પ્રગતિ કરે એ શુભ આશયથી આ સૂત્ર મેં તૈયાર કરાવ્યું છે અને શ્રીમાન દુર્લભજીભાઈ વીરાણી અને શ્રી જગજીવનભાઈ બગડીયાની ઉચ્ચતર ભાવનાએ પ્રકાશિત થાય છે તે જોઈ મને ઘણો આનંદ થાય છે.
વર્તમાન સાધુ સાધ્વીજીઓમાં પ્રાય કરીને પ્રાકૃતને અભ્યાસ ઘણું જ ઓછો છે, તેથી વ્યાખ્યાન આપવામાં સરળતા થાય અને ઓછા અભ્યાસીઓ પણ આ સૂત્રને મૂળ પાઠ વાંચી તેના દરેક શબ્દો નીચે મૂકેલા અને શબ્દાર્થમાં આપેલા અંકપરથી ભાવાર્થ સમજીસમાવી શકે એ સરલ પધ્ધતિ સ્વીકારી છે, તેથી વ્યાખ્યાનકાર કે હરકોઈ સૂત્ર વાંચનની જિજ્ઞાસુ મુમુક્ષજન આ સૂત્રના હાર્દને બરાબર સમજી શકશે અને ભગવાન કથિત સર્વોત્કૃષ્ટ ઉપદેશને અમલમાં મૂકી આત્મ કલ્યાણ સાધશે એજ એક અંતર–ભાવના છે.
આ પુસ્તક છાપવાની અને તેના પ્રફ વગેરે તપાસવાની સઘળી કામગીરી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણલાલ સંઘવીએ કરી છે, તે માટે હું તેમને આભાર માનું છું. તેમણે પ્રફ સંશોધનમાં સુંદર કાળજી રાખી છે અને ભૂલો ઘણું ઓછી રહેવા પામી છે, શુદ્ધિ પત્રક દાખલ કર્યું છે, છતાં કઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો વાંચકો સુધારી લેયે એ વિનંતી.
મુમુક્ષુ-સમાજ સેવક ઠાકરસી કરસનજી શાહ-થાનગઢ