________________
આ સૂત્ર અક્ષરશઃ મંગળ રૂપ છે, કલ્યાણ રૂપ છે, છતાં પણ તેમાં “ધો મંગલમુકિઠું” એ આદ્ય મંગળ છે; “નાણંદ સણ સંપન્ન ”એ મધ્ય મંગળ છે અને “નિફખમ્મમાણઈએ બુદ્ધવયણે” એ અંત્ય મંગળ છે.
નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનના અધિકારમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા બે ભાગમાં સૂત્રોને વિભાજિત કર્યા છે. તેમાં આચારાંગ, સૂત્રકૃતાંગ યાવત દષ્ટિવાદ ( આ દષ્ટિવાદ વિચ્છિન્ન થયું છે.) એમ બાર અંગો અંતર્ગત થાય છે. અંગબાહ્ય સૂત્રોમાં આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એમ બે ભેદ છે. આવશ્યક વ્યતિરિક્તના કાલિક અને ઉત્કાલિક એવા બે ભેદ છે. ઉકાલિક સૂત્રોમાં સૌથી પ્રથમ દશવૈકાલિક સત્રનું નામ-કથન છે. આ તો પ્રાચીન સમયની વાત થઈ.
અર્વાચીન સમયમાં બત્રીસ સૂત્રોને અંગ, ઉપાંગ, મૂળ, છેદ અને આવશ્યક એમ પાંચ ભાગોમાં વિભક્ત કરેલા છે, તેમાં “મૂળ” સૂત્રમાં દશવૈકાલિક સૂત્રને સમાવેશ થાય છે, આ “મૂળ” સંજ્ઞાનું વિધાન જે કે અર્વાચીન છે, કિંતુ દશવૈકાલિક સૂત્ર એ પ્રથમ પાક્ય. હોવાથી “મૂળ” રૂપ જ છે, તેથી સંજ્ઞા સાર્થક બને છે.
આ સૂત્રના નિર્માતા શ્રી શયંભવ આચાર્ય, છે. તેમનું જન્મસ્થાન મગધ દેશની રાજધાની રાજગૃહ હતું અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેઓ મહાન વિદ્વાન હતા. શ્રી જંબૂસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી પ્રભવ સ્વામીના ઉપદેશથી તેઓ મુનિ બન્યા હતા અને બાદમાં પટ્ટધર–આચાર્ય-પદથી વિભૂષિત થયા હતા. તેઓ ચૌદપૂર્વધારી હતા. તેમના પુત્ર મનક પિતાના સંસાર પક્ષના પિતા શ્રી શય્યભવ આચાર્યને મળ્યા અને તેમની પાસે પ્રવર્જિત થઇ તેમના શિષ્ય બન્યા. તે સમયે આચાર્યશ્રીએ જ્ઞાનબળથી પિતાના પુત્ર અથવા શિષ્ય મનકનું આયુષ્ય છ મહિનાનું શેષ રહેલું જાણી લીધું