________________
શ્રી દશવૈકાલિક સૂત્ર અધ્યયન પહેલું
દુમ પુપિકા આ સંસારમાં સર્વ પદાર્થ કરતા ધર્મપદાર્થ ઉત્તમ છે, શ્રી તીર્થકર દેવોએ શ્રત ધર્મ અને ચારિત્રધર્મરૂપ જૈનધમ પ્રતિપાદન કરેલ છે. તે અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ છ કાય જીવની રક્ષા કરવી તે પર દયા છે. અને પોતાના આત્માને વિષય, કષાય, આરંભ, પરિગ્રહથી નિવૃત્ત કરવો તે સ્વદયા છે. (સ્વદયામાં પરદયાનો સમાવેશ સમજ) તે સ્વ પર દયાના પાલન માટે સંયમનું પાલન કરવું. અને તૃણને ત્યાગ કરી એકાંત કર્મની નિર્જરા અર્થે બાર પ્રકારને તપ કરવો તે ચારિત્ર ધર્મ કહેવાય (સંયમના પટામાં અહિંસાને સમાવેશ જાણ અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરે. બંધ, અને મેલ આદિ નવતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જેમાં આત્મા અને શરીરની ભિન્નતાના જ્ઞાનને પણ સમાવેશ જાણવો) તે ભુત ધર્મ કહેવાય. આવા પ્રકારને ધર્મ છે તે ઉત્કૃષ્ટ માંગલિક છે. સિવાય પુત્રાદિકને જન્મ ઘર, મકાન બનાવવા, વિવાહ પ્રમુખ તથા ધન આદિની પ્રાપ્તિ તે બધા અશુદ્ધ, ચમત્કારિક, અને ક્ષણિક માંગલિક જાણવા, કારણકે તે બધા અમાંગલિક પણ થાય, પરંતુ ધર્મ માંગલિક સદાને માટે માંગલિક જ રહે છે તેમજ ધર્મ છે તે આ ભવના તથા પર ભવના સુખનું