SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ થોડા વખતમાં ફલેદીના શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજી મહારાજને દીમાં ચોમાસુ કરવાની વિનંતી કરી, તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બને એટલે નિર્ણય ફેર અને અષાઢ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલેદી આવ્યા. દીક્ષા પછી અઢી મહિનાને અંતરે, ફલેદી ચોમાસા દરમ્યાન શ્રી વિનોદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરૂએ કહ્યું કે બહુ ગરમી છે. જરા વાર થોભી જાઓ. એટલે શ્રી વિનોદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી, તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછો ફરીશ. કાળની ગહન ગતિને દુ:ખદ રચના રચવી હતી આજે જ હાજતે એકલા જવાને બનાવ હતો. હંમેશાં તો બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા. હાજતથી કળા થઈ પાછા ફરતા હતા ત્યાં રેલવે લાઈન ઉપર બે ગાયે આવી રહી હતી, બીજી બાજુથી ટ્રેન પણ આવી રહી હતી. બહીસલ વાગવા છતાં પણ ગાયો ખસતી ન હતી. શ્રી વિનોદમુનિનું હૃદય થરથરી ઉઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં જે હરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયને તો બચાવી જ લીધી, પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે, જે વિનોદ મુનિને આત્માથી વધારે પ્યાર હતો, તે રેલવે લાઈન ઉપર પડી ગયો અને શ્રી વિનોદમુનિ એ પાછો સંપાદન કરવામાં જડવાદ સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પોતાનું બલિદાન આપ્યું. અરિહંત ..અરિહંત.એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડ્યું. રક્તપ્રવાહ છૂટી પડે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયો. બધા લોકો કહેવા લાગ્યા કે, ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આો. અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy