SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અને તેઓશ્રીએ પૂછ્યું કે, વિનોદકુમાર ! તમે આ શું કરે છે? તેનો જવાબ આપવાને બદલે “અપાયું વોસિરામિ' બોલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડી બોલ્યા કે, “સાહેબ! એ તો બની ચૂક્યું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરાબર જ છે, અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવો. તે જ દિવસે બપોરના પૂજ્ય આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે, “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી દીક્ષા અંગીકાર કરવાની આ રીત બરાબર નથી. કારણ કે તમારાં માતાપિતાને આ હકીકતથી દુ:ખ થાય અને તેથી મારી સંમતિ છે કે રિહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખો; જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તો શ્રાવકોને સાથે લઈ શકો. એમ ત્રણ વાર પૂજ્ય મહારાજશ્રીએ સમજાવેલા, પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલો કે “જે થયું તે થયું. હવે મારે આગળ શું કરવું તે ફરમાવો.” શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયો અને મુનિશ્રીઓ પર સંસારીઓને કોઈ પણ પ્રકારનો નિકારણ હુમલો ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે, “ અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે.” ત્યારે શ્રી વિનોદમુનિએ પોતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું તેનો સાર નીચે સુજબ છે. “મારાં માતા-પિતા મોહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “અસંખયં જીવિય મા પમાયએ” ને આધારે એક ક્ષણ પણ હું દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી. મને સમય માત્રનો પ્રમાદ કરવો ઠીક ન લાગે. તેથી શ્રી અરિહંત ભગવંતો તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવર્યાને પાઠ ભણીને, મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy