________________
૮૬
દશવૈકાલિક સૂત્ર
એ ખરડાયેલા હાથને લુંછી અલિપ્ત હાથ કર્યા હેય જાણવું.
૨૦
૨૧ ભાવાર્થ–સચેર પાણીએ કરી હાથ ભીના થયેલા હોય, અથવા હાથથી પાણીના ટીપાં કરતાં હોય, સચેત રજે કરી, માટીએ કરી, ખારે કરી, હરિયાલે કરી, હિંગલાએ કરી, મણસિલે કરી, સુરમાએ કરી, લુણે કરી, ગેરુએ કરી, પીળી માટીએ કરી, સફેદ ખડીએ કરી, ફટકડીએ કરી, લીલા ખાના તાજા પીઠા કરી. તરતના ખાંડેલા કુશકાએ કરી, તરબુચ (કાલીંગડા) આદિ મોટા ફળના રસ કરી તથા અન્ય લીલેત્રી મળતાં થકા હાથ ખરડાયેલા હોય અથવા ખરડાયેલા હાથને લુંછીને અલિપ્ત કરેલા હાથથી (સચેત વસ્તુવાળા હાથ આદિ ભાજનથી) દાતાર આહારાદિક-ભિક્ષા આપે તો તે અકલ્પનીય જાણી સાધુએ ગ્રહણ કરવાં નહિ.
असंसडेण हत्थेणे, दव्वीए भायणेण वा।
दिज्जमाण न इच्छिज्जा, पच्छाकम्म जहिं भवे ॥३५॥
શબ્દાર્થ–નહિખરડાયેલા હાથે ચાટવ થાળી આદિ ભાજને
દેતાં થકા ન ગ્રહણ કરે પશ્ચાતકર્મ લાગે.
ભાવાર્થ–હાથ, ચાટવો, થાળી પ્રમુખ ભાજન આહારથી ખરડાયેલ ન હોય અને સાધુને અનાદિક આપતા હાથ ભાજન આદિ ખરડાય તે ખરડાયેલ હાથ તથા ભાજન વગેરેને ગૃહસ્થ પાછળથી સત્ત પાણીએ જોવે તો આહાર લેનાર સાધુને પશ્ચાત દોષ લાગે એમ જાણી સાધુના આચારથી અજાણ ગૃહસ્થાને ત્યાંથી સાધુએ