SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ વિઘાથીઓ હોય છે કે જેમને સંસ્કૃતનું સંગીન જ્ઞાન હેતું નથી. કેટલાક અંગ્રેજી ભાષામાં મેકસમ્યુલર, કીલ્હોર્ન, તથા કાલેના ગ્રંથની મદદ લે છે પણ તે પણ અઘરાં ને ગુંચવાડા ભરેલા હોવાથી ઘણા વિદ્યાથીઓ સંસ્કૃત ભણવાનું છોડી ભરેલા હોવાથી ઘણા વિદ્યાથીએ સંસ્કૃત ભણવાનું દે છે. અગ્રેજીમાં રચાય . તેના ગળાની લા સંસ્કૃત શિખવાના ગ્રંથમાં ધાતુઓના સંબંધમાં અનુબંધની, ને તેઓના ગણેની નિશાનીઓના સંબંધમાં વિકારક અવિકારની વાત છેડી દીધેલી હોવાથી અનેક ગુંચવણે પડે છે, અને અનેક નિયમ જાણવા પડે છે, તેથી ભણનારને વિશેષ કંટાળો આવતાં છોડી દેવું પડે છે અને તેની સાબીતી યુનિવર્સિટિનાં પરિણામે જેવાથી જણાશે કે કેટલા વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષા શિખે છે, અને શિખે છે તેને મેટે ભાગ કેટલા સંપૂર્ણ જ્ઞાનવાળે નીકળે છે ! ટુંકામાં અમને લાગે છે કે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા છોડી દેવાના કારણમાં જોઈએ તેવી વ્યાકરણ શિક્ષણ પદ્ધતિની ખામી છે; ને તે ખામી યોગ્ય રીતે પુરી પાડવા આ ગ્રંથ મેટું સાધન થઈ પડશે. આ ગ્રંથને જે ઉપગમાં લેવાશે તે વિદ્યાર્થીઓને કઈક વધુ સરલતા થશે. દરેક દેશી રાજ્યના વિદ્યાધિકારી સાહેબને તેમજ સરકારી કેળવણું ખાતાના સત્તાધીશને અમે ભલામણ કરીએ છીએ કે આ ગ્રંથને દરેક શાળામાં ચાલુ કરી દરેક વિદ્યાર્થીના હાથમાં મુકવે કે જેથી વિદ્યાથીઓ સંસ્કૃત ભણવાનું કંટાળી છોડી દેતાં અટકે, અને સંસ્કૃત ભાષામાં દટાઈ રહેલા ખજાનાને ઉદ્ધાર કરવાનું મહાપુણ્યમય કામ સત્વર થાય. છેવટે ઉપસંહાર કરતાં આ ગ્રંથ માટે અમે તેના કર્તા છે. રે. ઠાકરદાસભાઈને ધન્યવાદ આપીએ છીએ કે તેઓ એક વ્યાપારી ગૃહસ્થ હોવા છતાં પિતાના અમૂલ્ય સમય અને પૈસાને ભેગ આપી માતભાષાની અને વિદ્યાથીઓની સેવા બજાવી છે. ગુજરાતી પ્રજાને અમારી ભલામણ છે કે આ ગ્રંથ દરેક ગૃહસ્થ પિતાનાં પુત્રપુત્રીઓના હાથમાં આપી સંસ્કૃત ભાષાને ઉત્તેજન આપવા સાથે ગ્રંથકર્તાની મહેનતની સાર્થકતા કરવી જોઈએ. ગ્રંથની મહેનત તથા વિસ્તારના પ્રમાણમાં તેની કિંમત રૂપિયા ત્રણ વધુ નથી. તા. ૬ ઠી અકબર સને ૧૯૧૦ ના ભરૂચના “ભરૂચ સમાચાર” પત્ર માં આવેલે મત. સંસ્કૃત ભાષા પ્રદીપ. આ પુસ્તકના રચનાર અને પ્રગટ કરનાર શેઠ ઠાકરદાસ જમનાદાસ પંજી તરફથી અમને રિવ્યુ માટે મલ્યું છે. જેની પહોંચ ઉપકાર સાથે કબુલ રાખતાં જણાવવું પડે છે કે, આ પુસ્તક કાંઈ નેવેલે જેવું ટહેલાનું નથી પણ સંસ્કૃત શિખનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બનાવી તેઓને કીર્તિવંત બનાવે તેવું છે. સંસ્કૃત ભાષા એજ ગુજરાતીઓની અસલ ભાષા હતી, અને તેજ ભાષામાં હિંદુઓના વેદ, શાસ, પુરાણ વિગેરે કિમંતિ પુસ્તકે લખાયેલા છે કે જે પ્રથાને તરજુ કરી અંગ્રેજોએ અભ્યાસ વટીક કીધે છે. ધર્મ શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર અને જતિષ શાસ્ત્ર જેવા અનેક વિદ્યાહુનરથી ભરેલા પુસ્તકે એજ ઉત્તમ ભાષામાં છે, અને તેના તરજુમા કરી અંગ્રેજો જેવી શોધક જાતે એમાંથી ઘણું મેળવ્યું છે અને ફેસર મંકસમ્યુલર ઉપરાંત કેટલાક જરમન વિદ્વાને તે એ સંસ્કૃત ભાષાના પ્રોફેસરે કહેવાય છે. આ ઉપર કહેલું પુસ્તક તે સંસ્કૃત ભાષા શિખવાની કુંચી છે. કુંચીઓ જાણવાથી ગમે તેવાં તાલાં કે તીજોરીઓ ઉઘાડી શકાય છે અને તેમાંથી જેઈત માલખજાબી મેળવાય છે. જે સંસ્કૃત ભાષા પકકી રીતે શિખવા માંગતે
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy