SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તા. ૧૬મી ઓકટોબર સને ૧૯૧૦ ના મુંબઈના “ગુજરાતી” પત્રમાં આવેલ મત. * સંસ્કૃત ભાષા પ્રદીપ આ નામને સંસ્કૃત ભાષાના વ્યાકરણને ગ્રંથ તેના કર્તા રા. ઠાકરદાસ જમનાદાસ પંજી તરફથી અમને અવકનાર્થે મળે છે. એક ભાષા જાણવા માટે પ્રથમ તેનું વ્યાકરણ જાણવાની-ભણવાની જરૂર છે. વ્યાકરણ નહિ જાણવાથી હસ્વદીર્ઘનું, ખરા ખોટા શબ્દનું, તેમ તેના ભિન્ન ભિન્ન અર્થોનું જ્ઞાન થતું નથી, એટલું જ નહિ પરંતુ પિતે કરેલા પ્રયાગેમાંથી અર્થોને ઠેકાણે અનર્થો ઉત્પન્ન થવાને પ્રસંગ પણ આવે છે. ભગવાન ભાષ્યકાર પતંજલિએ વ્યાકરણ ભણવાનું પ્રયોજન દર્શાવતાં કહ્યું છે કે, રક્ષામધ્યસંવેઃ કોનનમ્ વેદનું રહસ્ય સમજવા માટે, વૈદિક મંત્રમાં જ્યાં ઊહ કરે હોય ત્યાં ઊહ કરવા માટે, જેમ કે ગમે ત્યાનુÉ નિર્વામિ એ અગ્નિના મંત્રને સૂર્યના ચરૂમાં ઉહ કરે હોય ત્યારે સૂર્યાત્રાનું નિર્વમા એ પ્રમાણે ઉહ કરવા માટે, વ્યાકરણ વેદાંગ છે તે ભણવું જોઈએ. એટલા માટે, શાસ્ત્ર લધુ ઉપાયથી જાણી શકાય તેટલા માટે તથા વિદિક લૈકિક શબ્દના સંદેહે દૂર કરવા માટે, વ્યાકરણ ભણવાની જરૂર છે. આમ ભાષ્યકારેએ વ્યાકરણ ભણવાનાં ઘણું પ્રજને દર્શાવ્યાં છે. આ ઉપરાંત એક પુરૂષ પરદેશ ભણતા પિતાના પુત્રને પત્ર લખીને વ્યાકરણ ભણવા માટે આગ્ર કરતાં લખે છે કે – यद्यपि बहुनाधीषे तथापि पठ पुत्र व्याकरणम् । स्वजनः श्वजनो माभूत् सकलं शकलं सकृच्छकृत् ॥ હે પુત્ર! તારે જો કે બહુ અધ્યયન કરવું ન હોય તે પણ વ્યાકરણ (તે અવશ્ય ) ભણજે. વ્યાકરણ ભણવાથી તું ગન (પિતાના કુટુંબી) ને ઠેકાણે જગન (કુતરે) લખીશ નહિ અને સત્ર (સર્વ) ને ઠેકાણે શાસ્ત્ર (કટકે) લખીશ નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાકરણ નહિ ભણવાથી એક શબ્દ પ્રયોગ કરતાં તેમાંથી અર્થને અનર્થ ઉભે થાય છે, માટે વ્યાકરણ ભણવાની જરૂર છે. પરંતું ખેદની વાર્તા છે કે અધુના વ્યાકરણ તરફ લેકેની બહુજ ઉપેક્ષા છે. તેઓ ઈચ્છાનુસાર શબ્દના પ્રયેગેકર્યા જાય છે અને તેથી વિચારના વાહનરૂપી ભાષાની દિનપર દિન અર્ધગતિ થતી જાય છે અને અપપ્રાગે કરનારા પિતાની ધારણામાં નિષ્ફળ નિવડે છે. ભગવાન્ ભાષ્યકાર શબ્દ પ્રયોગના સંબંધમાં ફળશ્રુતિ દર્શાવતાં કહે છે કે;-g: રાઃ ચમ્ શતઃ સંખ્ય પ્રયુ: સ્વ મધુ મવતિ . ફક્ત એકજ શબ્દને યથાર્થ રીતે જા હેય ને જાણ્યા પછી–સમજયા પછી તેને પ્રયોગ કર્યો હોય તે તે સ્વર્ગલોકમાં કામના પૂરનારે થઈ પડે છે. વ્યાકરણના જ્ઞાનનું કેટલું મોટું ફળ છે. તે વાત આ વાકય ઉપરથી આપણે જાણી શકીએ છીએ. સંસ્કૃત ભાષા ભણવા-જાણવા માટે પાણિનિનું વ્યાકરણ પ્રસિદ્ધ છે અને તે વ્યાકરણ નુસાર રચાયેલી સિદ્ધાંત કૈમુદી નામના વ્યાકરણનું હાલમાં આખા હિંદુસ્તાનમાં પઠન પાઠન ચાલુ છે. આ સિદ્ધાંત મુદકારે પણ ગ્રંથારંભમાં કહ્યું છે કે હું તૈયા#સિદ્ધાંતૌમુવીચ વિરચતે વ્યાકરણ જાણનારાઓ માટે સિદ્ધાંતની કૌમુદી રચું છું; અને ગ્રંથને છેવટે કહે છે કે ઐવિવાનો રિક્ષામદ્દ તિમ મેં આ રીતે લાકિક શબ્દોની માત્ર દિશાજ દર્શાવી છે. આવી રીતે કહેવાનું કારણ એ છે કે લેકે પ્રવૃત્તિશીલ, આળસ તથા અ૮૫ આયુષ્ય વાળા હોવાથી, જેઓ મહાન વ્યાકરણ શાસ્ત્ર ભણી શકે નહિ તેને માટે આ પ્રયત્ન છે. વર્તમાન કાળમાં લૈકિક પ્રવૃત્તિ વધી ગઈ છે અને તેથી થોડા સમયમાં અધિક જ્ઞાન કેમ મળે તેવા
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy