SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. કમવાર સમજાવી છે. વળી એમાં દરેક બાબદમાં જોઈતા નિયમે, તેને અપવાદે તથા દાખલાઓ સાથે નિઃશેષ આપેલા છે, ને એ ગ્રંથ દરેક રીતે મહર્ષિપાણિનિના સૂત્રોના અને અનુકૂલ રીતિએ ભાષાની ખુબી બરાબર સમજાય, ભણતાં કંટાળો ન આવે ને સેહેલથી ટુક સમયમાં સંસ્કૃત ભાષાના વેદ શિવાયના દરેક ગ્રંથે સારી રીતે સમજાય એવી રીતે કરેલ છે. આ કારણોને લીધે એ ગ્રંથ સ્કૂલે તથા કોલેજોના ગુજરાતી જાણનારા વિદ્યાર્થીઓને ઘણે ઉપયોગી થઈ પડે તેમ છે, તેમજ લાઈબ્રેરીઓ તથા ઈનામ સારૂ પસંદ કરવા લાયક છે. ટુંકાણમાં એ ગ્રંથને લાભ લેવા અમે દરેક ગુજરાતી ભાઈઓને મજબુત ભલામણ કરીએ છીએ, ને એ ગ્રંથના કર્તાને તેમના આવા ઉત્કૃષ્ટ ગ્રંથ વાસ્તે ધન્યવાદ આપીએ છીએ. વળી આ જગેએ અમે જણાવીએ છીએ કે જો ગુજરાતી શાળાઓમાં સંસ્કૃત ભણાવવાનું દાખલ થાય ને આ ગ્રંથ તેમજ અમર કષ, મનુસ્મૃતિ તથા હિતેપદેશ પાંચમાંથી સાતમાં ધોરણ સુધીમાં યોગ્ય વિભાગ અને ગેઠવણથી શિખવાય તે વિદ્યાર્થીઓને ઘણું લાભ થાય તેમ છે. આશા છે કે આ બાબતને વિદ્યાધિકારીઓ ઘટતે વિચાર કરશે. આ ગ્રંથની કિમત ૩૩) રાખવામાં આવી છે તે એ ગ્રંથ જોતાં વધારે નથી. શુકવાર, તા. ૯ મી સપ્ટેમ્બર ૧૯૧૦ ના મુંબઈના “અખબારે સેદાગર” પત્રમાં આવેલ મત. સંસ્કૃત ભાષા પ્રદીપ ઘણું ગુજરાતવાસી અને તેમની અસલ સંસ્કૃત ભાષા ભણી તેમાં રહેલી અનુપમ વિદ્યાઓ તથા હજારેના ભંડારને લાભ લેવાનું મન થતું કેટલાક વખત થયાં જોવામાં આવે છે, પણ તેમની હાલની વ્યવહારિક ભાષામાં તે ભાષા સહેલથી અને ટૂંક સમયમાં જોઈતી સંપૂર્ણ રીતે ભણવાને વ્યાકરણરૂપી સાધન ન હોવાથી તે તેમનાથી બનતું નથી; ને બીજી ભાષા મારફતે જે કેટલાક તે ભાષા ભણવા યત્ન કરે છે તેમાંના પણ ઘણાને કેટલી જગ્યાએ કંટાળીને મુકી દેવું પડે છે, અને કેઈક જે પૂરું ભણે છે તેને પણ ઘણે કાળ જાય છે ને ઘણી કઠિનતા પડે છે, તેથી ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની જે ખરેખરી બેટ છે તે સારી રીતે પૂરી પાડવા “ સંસ્કૃત ભાષા પ્રદીપ” નામને ગ્રંથ તેના કર્તા તથા પ્રસિદ્ધ કરનાર ઠાકરદાસ જમનાદાસ પંજી નામના ગૃહસ્થ રચ્યા છે. એ ગ્રંથ વ્યાકરણ આચાર્ય અને ડોકટર પીટરસનના માજી અધ્યાપક શાસ્ત્રી જીવરામ લલુભાઈએ બારીકીથી તપાસી પૂરેપૂરે પસંદ કર્યો છે. વળી એ ગ્રંથ એલિફન્સ્ટન કૉલેજના માજી અધ્યાપક પંડિત નાનુરામ ચંદ્રભાનુએ તેમજ બીજા શાસ્ત્રીઓએ પણ પસંદ કર્યો છે. - આ પુસ્તકમાં વ્યાકરણના તમામ અંગે કુદરતી નિયમ પ્રમાણે ગોઠવેલા છે. તેમાં કરવાની ક્રિયાઓ કમવાર સ્પષ્ટ બતાવી તેઓને લગતા નિયમે પાણિનીયસૂત્રાર્થાનુસાર નિઃશેષ અને અનન્યસાધારણ કરી જોઈતા પૂરા રૂપ સાથે યોગ્ય અનુક્રમમાં આપેલા છે, અને એ ગ્રંથ આર્ટસ-કોલેજોના તથા મૅટ્રિકયુલેશન-કલાના વિદ્યાર્થીઓને, તેમજ એગ્ય વિભાગે તથા ગોઠવણથી ઉપયોગમાં લીધાથી અંગ્રેજી સ્કૂલે તથા ગુજરાતી નીશાળેના તથા બીજા ગુજરાતી લખી વાંચી જાણનારા સર્વે વિદ્યાર્થીઓને સંક્ત ભાષાનું સંપૂર્ણ જ્ઞાન સહે લથી અને થડા સમયમાં તેઓની ગુજરાતી ભાષાથીજ કરી શકે તે ઉપગી કરવાને સઘળી બનતી સંભાળ લીધેલી દેવામાં આવે છે.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy