SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. શનિવાર તા. ૧૭ મી સપ્ટેમ્બર સને ૧૯૧૦ના મુબઇના “સત્ય વકતા” પત્રમાં આવેલે મત, “સંસ્કૃત ભાષા પ્રદીપ”. એ નામના ગ્રંથની એક પ્રત રા. ઠાકોરદાસ જમનાદાસ પજી તરફથી વિવેચનાર્થે અમેાને મળી છે. સંસ્કૃત ભાષા પ્રદીપ” નામના ગ્રંથ વ્યાકરણના શિખર સમાન છે, તેમાં વ્યાકરણના સઘળા અંગો કુદરતી નિયમ પ્રમાણે ગોઠવવામાં કર્તાએ ઘણે શ્રમ લીધેલા લાગે છે. આ ગ્રંથમાં પહેલેથી આઠ પ્રકરણ બતાવવામાં આવ્યા છે, તેમાં વિવિધ બાબતોને ઘણી સંભાલથી અને રીતિસર સમજ સાથે સમાવેશ કર્યાં છે, તે ઉપરથી વિદ્યાર્થીઓ વિગેરેને વ્યાકરણ પદ્ધતિની પીછાન કરવાને સહેલથી તક મળશે. કાલેજો, સ્પ્લે, અને શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને જેટલે આ ગ્રંથ ઉપયાગી છે, તેટલા અન્ય અભ્યાસીઓને પણ તે ઉપયોગી છે. એ ગ્રંથ વ્યાકરણાચાર્ય અને ડૉકટર પીટ્રરસનના માજી અધ્યાપક શાસ્ત્રી શ્રી જીવરામ લલ્લુભાઇએ, એલ્ફિન્સ્ટન કાલે જના માજી અધ્યાપક પડિત શ્રી નાનુરામ ચંદ્રભાનુએ અને ખીજા શાસ્ત્રીઓએ પસંદ કર્યો છે. એ ગ્રંથની રચના અને નિયમે જોતાં ઘણા વિદ્વાનાના અભિપ્રાય ઉત્તમ થાય એ બનવા ચેાગ્ય છે. રા. ઠાકારદાસે આ ગ્રંથની ગુથણી કરવા પાછળ ઘણા શ્રમ લીધે છે, તે જોતાં તેને સખ્યાબંધ પુસ્તકોનો અભ્યાસ કરવા પડયા હશે, ઘણા વિષયાના અનુભવ મેળવવા પડયા હશે, અને તેને માટે જોઇતી સામગ્રી પૂરી પાડવાની તેઓને અગત્ય પડી હશે. ગ્રંથની રચના બતાવી આપે છે કે, રા. ઠાકારદાસે સસ્કૃત જેવી કઠિન ભાષાના બહુજ ઉત્તમ અભ્યાસ કરેલાની સાબીતી મળે છે. વ્યાકરણના વિષય જે બહુ કિન તથા ખારીક છે, તેવા વિષયનું પૂર્ણ જ્ઞાન ધરાવનારા રા. રા. ઠાકારદાસ પોતાના બુદ્ધિમળતા પ્રકાશ જનમંડળના મન ઉપર પાડવાને ભાગ્યશાળી થયા છે. ગુજરાત વાસીઓને આ ગ્રંથ ઉપયાગી તથા એક ભામિયા સમાન છે તે દરેકે ખરીદ્ય કરવા જોઇએ. આ ગ્રંથ નામદાર સરકારે પાઠશાળાઓમાં, સ્કૂલમાં અને નિશાળામાં ચાલુ કરવાની પસંઢગી બતાવવી જોઇએ અને અમે ઇચ્છીશું કે, ગુજરાત તથા કાઠિયાવાડના રાજ્યકર્તાએ આ ગ્રંથની યાગ્ય પ્રતા ખરીદ કરી કર્તાની માન ભરેલી રીતે કદર કરશે. ગ્રંથના મુખ્ય પૃષ્ઠમાં અપણું પત્રિકા' નામ લખી આખું પાનું કારૂ રાખવામાં આવ્યુ છે, તે ઉપરથી અમેને લાગે છે કે એ ગ્રંથની અર્પણપત્રિકા સ્વીકારનાર કોઇ યોગ્ય પુરૂષ મળ્યા નહિ હોય. ગુજરાતના મધ્યબિંદુમાં દેશી રાજ્ય વડોદરાનુ છે અને ત્યાંના રાજ્યકર્તા નામદાર મહારાજા ગાયકવાડ વિદ્વાન તથા સાહિત્યના વિષયને વધાવી લેનાર છે, તેઓને આ ગ્રંથ જો અર્પણ કરવામાં આવ્યા હાત તે ચેાગ્ય હતું, પરંતુ કઈ કારણે તેમ થવાને કદાપિ અનુકૂલ પ્રસંગ મળેલા નહિ હોય. ગ્રંથમાં ભૂમિકા દાખલ કરવામાં આવી છે, તે ગ્રંથની છાયાની ખરી ખુબીનું પ્રમાણ બતાવે છે. નિવાપાંજલિ તરફ ધ્યાન ખેચાતાં રા. ડાકારદાસના સ્વર્ગવાસી પુત્ર મિ. છગનલાલનું ચરિત્ર ચિંતાની ક્રિશાએ લઈ જાય છે. પુત્રના વિયાગથી પિતાને થતી દિલગીરીનું ભાન થવાને રા. ઢાકારદાસની કલમે શેકાગ્નિનું સ્વરૂપ મતાવ્યું છે, તે વાંચતાં રા. ઠાકારદાસ જેવા એક વિદ્વાન ગૃહસ્થ પ્રત્યે ઢિલગીરી ઉત્પન્ન થાય એ બનવા જોગ છે. સામટી રીતે જોતાં આ ગ્રંથ ઘણાજ ઉપયોગી તથા વિદ્યાર્થીઓ વિગેરેને એક ગુરૂ સમાનની ખોટ પૂરી પાડે છે. રા. ઢાકારદાસને અમે તેમના રૂડા સહાસ અને શ્રમને માટે ધન્યવાદ આપીએ છિએ. ગ્રંથની કીમ્મત રૂ.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy