SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઘ એને ઝટ અને બીજાની સહાયતા વિના સંસ્કૃત વ્યાકરણ ભણવાના સાધનની મેટી ખોટ હતી, તે ખેટ આ ગ્રંથે પૂરી પાડવાથી ઉમંગી જીજ્ઞાસુઓને આ ગ્રંથ પ્રધાન પણે ઉપયોગી છે, કારણ કે તેમાં પાણિનિ વ્યાકરણના તતિ શિવાયના સમસ્ત ઉપગી અંશેને સંપૂર્ણ સમાવેશ થયેલ છે, વળી અંગ્રેજી સેવન્થ સ્ટાન્ડર્ડ ભણનારાઓને જે ડો. ભાંડારકરની બે બુકે શિખવાય છે, તે કરતા આ ગ્રંથમાં અધિક વિષય સંગ્રહિત .' છે, તેથી અંગ્રેજી વિદ્યાથીઓને પણ આ ગ્રંથ ઉપગી જ છે, - ટૂંકમાં, આ ગ્રન્થ પ્રકટ કરવા માટે હું આપને ખરા દિલથી અનેકશઃ ધન્યવાદ આપુ છું ને શ્રી જગપિતા આવા ઉપયોગી છે ગુજરાતી ભાષામાં લખવાને તથા પ્રગટ કરવાને, ને તેદ્વારા સત્ય જ્ઞાનને પ્રચાર કરવાને આપ જેવા અનેક વિદ્યારસિકને પ્રેરણા તથા ઉત્સાહ અર્પે એવી નમ્ર પ્રાર્થના છે. એજ. છોટા ઉદેપુર લેખક –આપને નારાયણ દલપતરામ ભગત, તા. ૫-૨-૧૧ ઈ. ડીસ્ટી. ઈન્સપેકટર સૈ. વિદ્યાગવરી રમણભાઈ બી. એ. (સંસ્કૃત સાથે પાસ થયેલા) ને મત. અમદાવાદ તા. ૨૨-૧૧-૧૦ ર. ર. ઠકેરદાસ જમનાદાસ પંછ, ' આપને “સંસ્કૃત ભાષા પ્રદીપ” મેં જે છે, સંસ્કૃત ભાષા સંબંધી ગ્રંથ પર અભિપ્રાય આપવાનું કામ સમર્થ સંસ્કૃત અભ્યાસકેનું છે, તથાપિ તમારી ઈચ્છાનુસાર માસ વિચાર દર્શાવું છું. આ વ્યાકરણનું પુસ્તક ગુજરાતીમાં હોવાથી ગુજરાતી માત્ર જાણનારને ઉપયોગી થઈ પડશે. અંગ્રેજી જાણનારા માટે વ્યાકરણ છે તે સર્વે જુદા ધરણથી રચાયેલા છે. તેમજ આ વ્યાકરણમાં તે વ્યાકરણમાં નહીં એવું પણ ઘણું છે. એકંદરે વિષય સંપૂર્ણ અને શાસ્ત્રીય પદ્ધતિએ આલેખવામાં આવ્યો છે. સમાસનું પ્રકરણ તેમજ પાછળ આપેલા પરિશિટે વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થઈ પડે તેવા છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ એ એ ગહન વિષય છે કે ગુજરાતી ભાષામાં લખવાથી સરળતા તે આવે જ નહીં. આ વિષય શિખવા માટે જે મુશ્કેલી પડે છે તે પરભાષાની દ્વારા શિખવાની નથી, પરંતુ વ્યાકરણમાં ઘણુ ગુંચવી નાખનારા નિયમ અને અપવાદે છે તે છે. શરૂઆતથી માત્ર વ્યાકરણથી આરંભ કરી તે પુરૂ થતાં ભાષા જ્ઞાન ચાલુ કરવાને માર્ગે સંસ્કૃત ભાષા શિખવાની પદ્ધતિથી ઓછા વખતમાં કાર્ય થાય તેમ છે એ આ ગ્રંથકર્તાને અનુભવ છે તે તે અજમાવી જેવા ગ્ય છે. એ વ્યાકરણમાં વિદ્યાર્થીને બને તેટલી સુગમતા પડે એ પ્રયત્ન કરેલ છે. આપણામાં સામાન્ય રીતે સ્ત્રીઓ અંગ્રેજી શિક્ષણ પામેલી હેતી નથી. તેમને સંરક્ત ભાષાના અભ્યાસનું મોટું સાધન આ ગ્રંથ થઈ શકશે માટે એ અભ્યાસ માટે તેમજ ધર્મ શિ ક્ષણ માટે જીજ્ઞાસા ધરાવનારી કન્યાઓ માટે તેમના માતાપિતાએ આ પુસ્તકને ઉમે પિગ કરશે એવી આશા છે. એવા ઊત્તેજનને તમામ રીતે એ પાત્ર છે એવો મારો નમ્ર અભિપ્રાય છે. લિસે. વિદ્યા રમણભાઈ
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy