SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ રા. રા. રણછોડભાઇ ઉદયરામ (લઘુ કૌમુદીનું ભાષાંતર કર્તા તથા કચ્છના માજી દીવાન) ને મત. સંસ્કૃત ભાષા પ્રદીપ. ઉપરના નામનો ગ્રંથ સ‘સ્કૃત ભાષાના વ્યાકરણ વિષયક છે. કર્તા સાક્ષર ઠાકેારદાસ જમનાદાસ પંજી છે. ગુજરાતી ભાષાની માતા સંસ્કૃત છે, માટે તેનુ જ્ઞાન ગુજરાતિને અવશ્યનુ છે. સંસ્કૃતનું શિક્ષણ આપવાને સરલ અને વિસ્તાર પૂર્વક રચાયલાં પુસ્તકાની અગત્ય છે. શાલામાં ચાલતાં ભટ્ટ ભંડારકરનાં પુસ્તકે સરલ છે, તે શિખી ગયા પછી પણ ભાઇ ઠાકોરદાસના ગ્રન્થના અભ્યાસ કરશે તેનું જ્ઞાન દ્રઢ થશે. પોતાના પુત્ર આદિને સંસ્કૃત વ્યારણનું જ્ઞાન કરાવવાને, પાતે પાઠ તૈયાર કરતા ગયા, અને તે ઉપરથી શિખવવા લાગ્યા, ને તેમ કરતાં જે સ્થલે સરલતા કે વધારા કરવાની તેમને અગત્ય જણાતી ગઇ તેમ ફેરફાર કરતા ગયા. આવી પદ્ધતિથી તૈયાર થયેલા ગ્રંથ અભ્યાસીને સરલ થઈ પડતાં, કાળા આપે નહી' એવા અને એ સ્વભાવિક છે. આવા એક ઉપયોગી ગ્રન્થની પ્રસિદ્ધિ કરવામાં ભાઈ ઠાકોરદાસે ગુજરાતી ભાષાની સારી સેવા બજાવી છે. સ`સ્કૃત ભાષાના અભ્યાસ વધારવાને નાના પ્રકારના સાધન હાયતા જેને જે રૂચતું આવે તે પુસ્તક ઉપરથી પેાતાને અભ્યાસ ચલાવે, માટે તેવા ઉપયેગી સાધના, જુદી જુદી શૈલી અને પ્રકારના વધતાં જાય એમ અધિક સારૂ છે. વ્યાકરણના નિયમે ગમે તે પ્રકારે અભ્યાસીએ પોતાના મનમાં ઠસાવવા જોઇએ. પાણિનિએ સૂત્રેા રચીને અષ્ટાધ્યાયી રચી છે. તેના ઉપરથી પ્રકરણ વાર રચના કરીને તેજ સૂત્ર વિષયવાર ગઢવી ભટ્ટેાજી દીક્ષિતે સિદ્ધાંન્ત કામુદ્રી મનાવી છે તે ખાર હજાર લેાકપૂર છે. ત્યાર પછી મધ્યા કામુદ્દી છ હજાર શ્લોક પુર થઇ તેમાંથી પણ અ સૂત્રેા ગાળી કહાડી ને લઘુ કૈમુટ્ઠી ત્રણ હજાર લેાકપુર વરદરાજે રચી તેથી સામાન્ય સંસ્કૃત ભાષાના વ્યાકરણનુ જ્ઞાન થાય છે. ગુજરાતમાં સારસ્વત નામના વ્યાકરણના ગ્રંથ શિખવવાના પણ પરિચય છે. જેને સંસ્કૃત સૂત્રેા ગોખીને શીખવું હોય તેઓને સારસ્વત કરતાં લઘુ સિદ્ધાન્ત કામુદ્રી ઉપરથી પ્રારંભ કરવા વધારે ઉપયાગી છે. અને ઉપરથી જ્ઞાનતા સરખું થાય છે. પણ જેને આગળ અભ્યાસ વધારવા હોય છે તે જો મધ્યા કામુદ્રી પછીથી શિખે તે લઘુ કામુદ્દીનાં સર્વે સૂત્રોના તેમાં સમાવેશ હોતાં માત્ર નવા ત્રા હોય તેટલાંજ ગોખવાં પડેછે. જે આંક ગેાખી ગયા હાય છે તે મ્હાડેથી ઝટ હિસાબ ગણી શકે છે., તેમ વ્યાકરણના નિયમે સૂત્રેા ગેાખી ગયલાને રમી રહેલાં હાવાથી તેનુ જ્ઞાન પાકું રહે છે. આવા કારણને લીધે મે લઘુ સિદ્ધાંત કૌમુદીના વિસ્તાર ગૂજરાતી ભાષામાં કર્યાં છે. તેના ઉપયોગ પણ કેટલીક પાઠશાલાએમાં ઘણે ભાગે થાય છે. તથાપિ ગોખણુ પદ્ધતિ હમણા ઘણે ભાગે સરલ ગણાતી નથી તેથી નવી પદ્ધતિ પ્રમાણે રચાયેલાં પુસ્તકાદ્વારાએ શિખનારાઓને વિશેષ રટણ થયા પછી વ્યાકરણના નિયમ મનમાં ઠસી રહે છે. એટલે છેવટેતા સૂત્રેા ગોખીને ભણેલા નિયમ પ્રમાણેજ થાય છે. તે એવા સરલ પ્રકારથી રચાયલાં પુસ્તક પ્રસિદ્ધિમાં આવવાથી જેને જે મા રૂચે તેને તે માગે પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાને ખની આવે તે તે લાભદાયક છે. ભાઇ ઠાકારદાસે બહુ શ્રમ લઈને પાતાનો ગ્રંથ રચે છે અને તેના અભ્યાસ કરવાથી સસ્કૃત ભાષામાં સાર પ્રવેશ થાય એમ છે. માટે એવા એક ઉપયાગી પ્ર'થના ગુજરાતી ભાષામાં ભાઈ ઠાકારદાસે ઉમેરો કર્યાં તેથી આપણે તેમના વારવાર ઉપકાર માનવા જોઇએ. મહુવા તા. ૨૭-૧-૧૧ લિ. રણછેડભાઈ ઉદયરામ, ܀
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy