SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) ભણનારાઓને ઉત્સાહ વધારવાને બદલે તેડવાનું એક કારણ થાય છે એમ કહેવામાં કંઈ હરક્ત નથી. હવે જેઓ ધાતુ પહેલા શિખવવાનું કરે છે તે અગરજે નિયમસર ચાલે છે તે પણ ધાતુ કેટલા છે, કેટલી જાતના છે, તે જાતે શી રીતે બને છે, તેઓના ક્રિયાપદ વગેરે કરવામાં કેટલી વિધિઓ કરવાની છે, તે વિધિઓને કમ શું છે વગેરે બાબતેની સમજ તે પહેલેથી કંઈજ અપાતી નથી, કે જે આપ્યાથી ભણનાર, તે જે શિખવા તત્પર થયે છે તે કેવું છે, તેની બાંધણું કેવી છે, તેમાં કેટલી કેટલી બાબતે પર ધ્યાન આપવાનું છે, વગેરે જ્ઞાન સંપાદન કરી જોઇતા ઉત્સાહ અને સમજથી તે કાર્યને આરંભ કરે, વચમાં કંટાળે નહીં, હાથમાં લીધેધું પુરૂ કરે ને અભણ કરતાં અડધું ભણેલો જેમ પોતાને તથા બીજાને વધારે નુકસાન કરે છે તેમ કરે નહીં.' આ કારણથી હમે આ ગ્રંથમાં ત્રિજા પ્રકરણમાં પહેલા ધાતુ કેટલા છે, કેટલી જાતના છે વગેરે સમજાવી એ પ્રકરણના અગીઆર ભાગ કરી, પહેલા ભાગમાં ધાતુને લાગતા પ્રત્યયે, બીજા ભાગમાં પ્રત્યેની સમજ, ત્રિજા ભાગમાં પ્રત્ય નૈમિત્તિક ફેરફાર, ચોથા ભાગમાં પ્રત્યયાન્ત ધાતુઓ કરવાના વધુ નિયમો ને પાંચમાં ભાગમાં ભાવકર્મવાચક ધાતુઓ કરવાના વધુ નિયમો બતાવી, છઠ્ઠા તથા સાતમાં ભાગમાં સર્વે ધાતુઓના જુદા જુદા કાળના રૂપો વિષે લખ્યું છે, આઠમાં તથા નવમાં ભાગમાં રૂપાવલિ આપી છે ને કૃતના, કૃદંતઅવ્યય અને કૃદંત પ્રાતિપદિક, એવા બે ભાગ કરી, દશમા તથા અગીયારમા ભાગમાં લખ્યા છે. કૃદંત અવ્યય અને કૃદંત પ્રાતિપદિક એવા કૃદંતના બે ભાગ પાડ્યા છે તે એમ કે કૃદંતઅવ્યયમાં ધાતુનું ધાતુ પણું મટી જાય છે ને કૃદંત પ્રાતિપદિકમાં તેને અવતાર બદલઈ પ્રાતિપદિક થાય છે તે સ્પષ્ટ સમજાય. એ રીતે ત્રિજા પ્રકરણમાં ધાતુથી આરંભી તેનાથી અવ્યય તથા પ્રાતિપદિક થાય ત્યાં સુધી અનુક્રમે બતાવ્યું છે. ચોથા પ્રકરણમાં આગળ લખેલા પ્રાતિપદિકેને સંબંધ લઈ પ્રાતિપદિકેની ઊત્પત્તિ વગેરે સંબંધી સમજણ આપી છે ને પછી એ પ્રકરણના છ ભાગ કરી, પહેલા ભાગમાં વિશેષણ, બીજા ભાગમાં નામ, ત્રિજા ભાગમાં સર્વનામ, ચોથા ભાગમાં એ બધાના સ્ત્રીલિંગ, અને પાંચમા તથા છઠ્ઠા ભાગમાં પ્રતિપાદિકના રૂપ વિષે નિયમે તથા જોઈતી પ્રાતિપદિક રૂપાવલી ૩ આપી છે, તેમાં સ્ત્રીલિંગની બાબત તથા પ્રાતિપદિકના રૂપની બાબત પર ખાસ ધ્યાન ખેંચવા જેવું એ છે કે હમેએ તમામ સ્ત્રીલિંગની તથા પ્રાતિપદિકના રૂપની બાબતની કલમેમાં જે સામાસિક શબ્દાને લાગે છે ને જે ૧. આ વિચાર નીચેના શ્લેકમાં કેગના સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાનના બતાવેલા વિચાર પરથી યોગ્ય માલમ પડશે. युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु। યુતત્વમવિધિસ્થ થવા મવતિ ટુવ ભગવદ્ગીતા છે ૨. આજ્ઞાર્થમાં બીજા તથા ત્રિજા પુરૂષના એક વચનમાં તા પ્રત્યયથી થતા રૂપે ઊમેરવાની પદ્ધતિ પડી છે પણ એ પ્રત્યયથી થતા રૂપે અમુક અર્થમાં જ ઊમેરાય છે તેથી તે હમેએ તેમ ન લખતા તે બાબત વાક્યરચનાના પ્રકરણમાં એગ્ય જગ્યાએ બતાવી છે. ૩. આને ચાલુ પદ્ધતિ પ્રમાણે “શબ્દ રૂપાવલિ” કહેવી જોઈએ પણ “શબ્દ” શબ્દમાં ધાતુ આદિને પણ સમાવેશ થાય છે ને તેથી અતિવ્યામિ દેષ આવે છે તેથી હમેએ શબ્દ રૂપાવલિ” શબ્દ ન વાપરતા “પ્રાતિપદિક રૂપાવલિ” એ શબ્દ વાપર્યા છે.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy