SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર બેથી ચાર જીવોના અસંયોગી વગેરે ભાંગા બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે. બે જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે. ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ત્રણ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ર છે. ત્રણ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે બે રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ર છે. ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે. ત્રણ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ત્રણ રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે. [૨] ૧] ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ચાર જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૩ રીતે [૨] થઈ શકે છે. તેથી ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે. [૩|| . જો કોઈ તારી ટીકા કરે તો તું તારા વર્તનથી એવો ફેરફાર કરજે કે ટીકાકારની વાતમાં કોઈને વિશ્વાસ જ ન બેસે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy