SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અસંયોગી વગેરે ભાંગા કાઢવાની બીજી રીત ૧૨૧ બીજી રીત દા.ત. પાંચ વ્રતના અસંયોગી વગેરે ભાંગા કાઢવા હોય તો એક આડી લીટીમાં ૧ થી ૫ સુધીના અંકો લખવા, તેમની નીચે પશ્ચાનુપૂર્વીથી ૫ થી ૧ સુધીના અંકો લખવા. ૧ ૨ ૩ ૪ ૫ ૫ ૪ ૩ ૨ ૧ ૧ ૫ ૧૦ ૧૦ ૫ પહેલી લીટીના અંતે રહેલ પાંચને બીજી લીટીના અંતે ૨હેલ ૧ થી ભાગવાથી અસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ૫ - અસંયોગી ભાંગા = = ૫ ૧ ઉપ૨ના જવાબને ૫ની પૂર્વે ૨હેલા ૪થી ગુણીને તેની નીચે રહેલા ૨થી ભાગવાથી બેસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ૫૪૪ બેસંયોગી ભાંગા = ૧૦ ૨ ઉ૫૨ના જવાબને ૪ની પૂર્વે ૨હેલા ૩થી ગુણીને તેની નીચે રહેલા ૩થી ભાગવાથી ત્રણસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ૧૦૪૩ ત્રણસંયોગી ભાંગા = = ૧૦ ૩ ઉપરના જવાબને ૩ની પૂર્વે ૨હેલા ૨થી ગુણીને તેની નીચે રહેલા ૪થી ભાગવાથી ચારસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ૧૦૪૨ ચારસંયોગી ભાંગા = ૫ ૪ ઉપરના જવાબને ૨ની પૂર્વે ૨હેલા ૧થી ગુણીને તેની નીચે રહેલા પથી ભાગવાથી પાંચસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ૫૪૧ = = પાંચસંયોગી ભાંગા = = ૧ ૫ આ પ્રમાણે જેટલા વ્રતોના અસંયોગી વગેરે ભાંગા કાઢવા હોય ૧ થી તેટલા અંકો એક આડી લીટીમાં લખી તેમની નીચે પશ્ચાનુપૂર્વીથી તે જ અંકો લખવા. પછી ઉપર પ્રમાણે ગુણાકાર-ભાગાકાર કરવાથી તેટલા વ્રતોના અસંયોગી વગેરે ભાંગાની સંખ્યા મળે છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy