SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અસંયોગી વગેરે ભાંગા કાઢવાની પહેલી રીત આમ કુલ ૬૦ દેવકુલિકાઓ થઈ. અસંયોગી, બેસંયોગી વગેરે ભાંગા કાઢવાની રીત - પહેલી રીત - જેટલા વ્રતના અસંયોગી વગેરે ભાંગા કાઢવા હોય ૧ થી માંડીને તેટલા અંકો નીચે નીચે લખવા. ઉપર ઉપરનો અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ ની બાજુમાં ૧ લખવો. સૌથી નીચેનો અંક ઉમેરવો નહીં, પણ એ જ અંક તેની બાજુમાં લખવો. હવે આ બીજી ઊભી લીટીમાં ફરી ઉપર ઉપરનો અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ની બાજુમાં ૧ લખવો. આ ઊભી લીટીમાં છેલ્લા બે અંક ન ઉમેરવા, તે બે અંક જ તેમની બાજુમાં લખવા. હવે ત્રીજી ઊભી લીટીથી માંડીને આગળ આ જ રીતે ઉપર ઉપરના અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ની બાજુમાં ૧ લખવો. પછી પછીની ઊભી લીટીમાં છેલ્લેથી ૧-૧ વધુ અંક ન ઉમેરતાં તે જ અંક તેની બાજુમાં લખવા. આ પ્રમાણે જેટલા વ્રત હોય તેનાથી ૧ ઓછી ઊભી લીટીઓ લખવી. છેલ્લી લીટીમાં લખેલી સંખ્યાઓ એ નીચેથી અસંયોગી વગેરે ભાંગાની કુલ સંખ્યાઓ છે. દા.ત. બાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તો ૧ થી ૧૨ અંક નીચે નીચે લખવા. માણસને સુખી જ થવું હોત તો સહેલાઈથી થઈ શકત, પણ બીજાઓ કરતા વધારે સુખી થવું છે ! અને બીજાઓ હોય છે તે કરતાં આપણે તેને વધારે સુખી કલ્પેલ હોય છે ! પઢના, ગુનના, ચાતુરી, યે તો બાત સરલ; કામ દહન, મન બસીકરન, ગગન ચઢન મુશ્કિલ.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy