________________
၁၉၈၄
શ્રી ગૌતમકુલક-ક્યા સહિત ઉદ્ધાનરા અથપરા હવાતિ, મૂહાના કામપરા ભવંતિ બુદ્ધાનર અતિપરા હવંતિ, મિસ્યાના તિનિવિ આયરતિ (૧)
અર્થ :- લેભી મનુષ્ય અર્થમાં-પૈસામાં તત્પર રક્ત હોય છે. મૂખ મનુષ્ય કામમાં ઇન્દ્રિયના ભેગોમાં તત્પર હોય છે. તત્વને જાણનાર બોધ પામેલા મનુષ્ય ક્ષમામાં તત્પર હોય છે. ત્યારે મિશ્ર (મધ્યમ) સ્વભાવવાળા મનુષ્ય ત્રણે પ્રકારનું આચરણ કરે છે. દ્રવ્યનું ઉપાર્જન કરવામાં ચારુદત્તનું દષ્ટાંત
આ ભરત ક્ષેત્રને વિષે ચંપાનામની નગરીમાં મહાધનવાન એવા ભાનુ સામે શ્રેષ્ઠિ વસે છે. તેને સુભદ્રા નામે પત્ની છે, તેને પુત્ર નથી. તેથી સ્ત્રી પુરુષ ઘણું જ દુઃખ ધારણ કરે છે. અને મનમાં એમ વિચાર કરે છે કે જ્યાર ધનને ભેગવનારા એક પણ પુત્ર નથી ત્યારે આપણને મલેલું આ ધન શું કામનું ? દેવાલિકને માનતાં, ચિંતાતુર રહેતાં. તેમને એક ચારણમુનિ મલ્યા ત્યારે તે મુનિને પૂછયું કે હે મહારાજ ! અમારે પુત્ર થશે કે નહિ ? ત્યારે ચારણમુનિએ કહ્યું કે તમારે પુત્ર થશે. પછી તે સ્ત્રીને ગર્ભ રહો અને અનુક્રમે પુત્રને જન્મ થયે. તે બાલકનું ચારુદત્ત એવું નામ પાડયું. તે મોટો થયે ત્યારે મિત્ર સાથે ક્રીડા કરતે એક વખત ઉદ્યાનને વિષે ગયે. ત્યાં જતાં એક સ્ત્રી તથા પુરૂષનાં પગલાં જોયાં. તે પગલાં ઘણાં જ લક્ષણવાળા જોઈને ચાકુદરો વિચાયું કે અહીંથી કઈક ગુણવંત સ્ત્રી-પુરુષ ગયેલા દેખાય છે. એમ વિચારીને આગળ જતાં એક કેલિનું ઘર જોયું અને તે કેલિવરની પાસે એક વિદ્યાધર છે. તેના શરીરમાં બધે ઠેકાણે ખીલા નાખેલા છે. તેવામાં તે વિદ્યાધર ચારુલત્તને દેખીને કહેવા લાગ્યું કે હે પુરુષ ! મારા વસ્ત્રના છેડે ઔષધિવલય છે. તે ઘસીને મને લેપ કરો. તે સાંભળીને ચારો તે ઔષધિને ઘસીને લેપ . એટલે શરીરમાં રહેલા સર્વ