SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ એવા અવસરે ચર પુરુષે રાજાને જિનદત્ત શ્રાવકના વૃત્તાંત કહ્યો. રાજાએ શેઠને મારવાના હુકમ કર્યો. કોટવાળ પણ શેઠને શીઘ્ર ગભે ચઢાવીને વિટટમના કરવા તૈયાર થયા. એવામાં તે યક્ષે અધિજ્ઞાનથી જાણ્યુ'. અહા ! મારા ઉપકારીની આ દશા ? એમ વિચારી નગરને માથે માયાવી પતિ રચ્યા. પછી સહુને કહેવા લાગ્યા. અરે! રાજા પ્રમુખ લાકો સાંભળે. હું આ પંતે સને ચૂરીશ- કારણુ કે આ શેઠ દયાળુ છે. જગતના હિતચિ'તક છે. તેને તમે આ રીતે વિટમના કરી છે ? એ મારા પ્રભુ છે. તે સાંભળી સભ્રાંત થયા. પુરના વાકસહિત ફુલથી એ દેવતાની પૂજા કરવા લાગ્યા કારણ કે મરણની બીક માટી છે. પછી રાજા વિગેરેએ યક્ષરાજને વિનંતિ કરી કે હું સ્વામિનૢ ! અમે અજ્ઞાનથી જે અપરાધ કર્યાં તે ખમા. માટા પુરુષને નમ્યા એટલે અપરાધ બન્યા એ નીતિ છે. ત્યારે યક્ષ આયે, તમે એ શ્રાવકના શરણે જાઓ, પૂર્વ દિશામાં માથું દહેરું કરો. તે સાંભળીને રાજા લાકોએ શેઠને હાથી ઉપર બેસાડી ઉત્સવ સહિત નગર પ્રવેશ કરાવ્યા. પૂર્વ દિશામાં યક્ષ મદિર કરાવ્યુ. તેમાં શૂલીએ ચઢાવેલા ચાર તથા તેની પાસે શ્રાવકની મૂતિ કરાવી. ઇતિ હુંડીક કથા. નવકારના પ્રભાવથી દેવતા થયા. પણ ચારીથી તા શરીરના નાશ પામ્યા. માટે ચારી કરતાં શરીરના નાશ થાય. હવે ત્રીજા તથા ચાથા પદ્મના ભેગા અથ કહે છે. तहा परच्छीसु पसत्तयम्स, सव्वस्स नासो अहमा गईय ॥ પ્રાણી પરસ્ત્રીને વિષે આસક્ત હોય તે પ્રાણીને સ` દ્રવ્ય તથા સર્વ ગુણના નાશ થાય. અને અધમ ગતિ પામે. તે ઉપર રાવણના અધિ-કાર પ્રસિદ્ધ છે. પણ અહિ· પરસ્ત્રી સેવન કરવાથી દુઃખ પામ્યા તે ઉપર સુરપ્રિયકુમારનું દ્રષ્ટાંત કહે છે. મગધ દેશને વિષે રાજગૃહ નગરમાં પ્રભાસ નામે શ્રી વીરનાં અગીયારમા ગણધર તેના ભાઈ યજ્ઞપ્રિય નામે બ્રાહ્મણ શ્રાવક વસે છે તેને યજ્ઞજસા નામે સ્ત્રી છે. તેને સુરપ્રિય નામે પુત્ર છે. તે રૂપ ' ૩૨
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy