SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ તાહના કરવા લાગ્યા, તે વૃત્તાંત રાજાએ જા. તેણે પુત્રને ઠપકે આવે. ત્યારે મદિરાના પરવશથી રાજાને આક્રોશ કરવા લાગે તેથી રાજાએ કષાય કર્યો. રાજાએ વિચાર્યું. સુવર્ણની છરી હેય તે પેટમાં ન મરાય. તે માટે મારે પુત્ર છતાં માતાને આક્રોશ કરે. મને ન ગણે, મારે શું કામનો ? એમ વિચારી પુત્રની જીભ કપાવી તેથી તેને મદ ઉતરી ગયે, લેકમાં ઘણું લાળે. નગરીમાં અપયશ પામે. એક માસનું અનશન કરીને બ્રાહ્મણને દીકરે થયે ઈત્યાદિ વિશેષ અધિકાર સમરાદિત્ય ચરિત્રથી જાણવું. વળી સાંખકુમાર પ્રમુખે મદિશાર્થી કેટલું અનર્થ કર્યું ! યતઃ વરાડપિ મૂઢ મત્તાવાળા; મઘં यस्मादिरितम् ॥ मद्यपान कथ कार्य नरेणाशुचि भक्षणम् ॥ इत्यादि दुहा अब फलेपति राखके महुआ फले पत खोया, ताको रस मुखमां પહે, શું ન હીન ગુદ્ધિ હોય છે ત્યાર છે હવે ચોથા પદને અર્થ કહે છે. તેનાપરત્તરણ ગુણ નારો છે. જે પ્રાણ વેશ્યાને વિષે આસક્ત હોય તે પ્રાણું કુલને નાશ કરે છે. એટલે કુલ વધે નહીં, તે ઉપર ઉભષિત કુમારનું દૃષ્ટાંત કહે છે. વાણિજ્ય ગામ નગરને વિષે ઈશાન ખૂણે યુતિપલાશ નામે ઉધાન હતું. તેમાં સુધર્મ યક્ષનું મંદિર છે. ત્યાં મિત્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને શ્રીનામે દેવી છે. તે નગરમાં કામધ્વજા નામે ગણિકા હતી. તે વેશ્યા બહોતેર કલામાં નિપુણ હતી. ચોસઠ ગણિકા ગુણે સહિત, એકવીશ રતિ ગુણે કરી પ્રધાન, બત્રીસ લક્ષણા પુરુષને વશ કરતી, અઢાર દેશની ભાષામાં વિશારદ મહારૂપવંતી, હજારે ગમે ગણિકાનું અધિપતિપણું ભગવે છે. તે નગરને વિષે મહાઋષિવંત વિજયમિત્ર નામે સાર્થવાહ છે. તેને સુભદ્રા નામે જાય છે. તેને ઉભષિત નામે પુત્ર છે. એકદા ભગવાનની મહાવીર સ્વામિ સમસર્યા. તેને વંદના કરવા રાજા નીકળ્યા. જઈને વંદના કર્યા. શ્રી ગૌતમસ્વામિ છ છનું પારણું કરતાં પારણાને દિવસે વાણિજ્ય ગામને વિષે ગેચરી પધાર્યા. રાજમાર્ગમાં આવ્યા. હ૮૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy