SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနန န နနနနနနနနနနနနနန સીઓ તેને વળગી પડી. એ સમયે કોઈક જલહરિતએ ચાર હાથણયે. સહિત ત્યાં આવીને સ્ત્રીઓ સહિત કુમારને સમુદ્રમાંથી લઈને પાંચે જણાને રત્નદ્વીપમાં મૂકયાં. તે જોઇને કુમારને આશ્ચર્ય થયું અને પછી તે વનમાં ફરવા લાગે ત્યાં કોઈક મુનિરાજ ધ્યાનમાં હતા. તેને દેખીને કુમારને અત્યંત આનંદ થયો. તે વખતે કુમાર સાથને પ્રણામ કરીને પૂછયું કે હે ભગવન ! જaહસ્તિને મારા ઉપર આ ઉપકાર કેમ કર્યો? ત્યારે મુનિરાજ બોલ્યા કે હે કુમાર ! તું પૂર્વભવમાં આજ દ્વિીપમાં ભીલ હતા ત્યાં અમારા વચને પ્રતિબંધ પાપે ને દયામય ધર્મ સમજ્યો. પછી કઈક વનમાં ચાર મૃગલીઓ સહિત એક મૃગલે મલી એમ પાંચ છે ઉનાળાના સખત તાપમાં મૂછ પામ્યા હતાં. તેને પાણી વગેરે છાંટીને ઠંડા કર્યા ને પછી નવકાર મંત્ર સંભળાવ્યું. ત્યારે તે જીવે ડાક સ્વસ્થ થયા. તે પણ પાણીની તરસ વડે મૃત્યુ પામ્યા. તેમાંથી હરણ મરીને જલહતિ તરીકે ઉત્પન થયા. અને ચાર હરિણીયે હાથણુંપણે ઉત્પન્ન થઈ. તે પૂર્વભવમાં તેઓ પર જે ઉપકાર કર્યો હતે, તે જોઈને તેઓએ તારા પર આ ઉપકાર કર્યો. આવું મુનિનું વચન સાંભળીને જલહસ્તિના ઉપકારને સંભારતે મુનિને નમસ્કાર કરીને રત્નાદ્વીપમાં ગયે. ત્યાં કિંમતી મહારને જોઈને પાંચ હજાર રત્ન ભેગા કર્યા. એવામાં કઈક વાણિયાના વહાણે પાણીને લેવા માટે ત્યાં આવ્યા. તેને ભાડું આપીને ચાર સ્ત્રીઓ સહિત પોતે વહાણમાં બેઠે, હવે તે વણિકે રત્ન તથા સ્ત્રીઓથી લલચાઈને કુમારને રાત્રિના સમયે દરિયામાં નાંખી દીધે સવાર પડે સ્ત્રીઓએ પોતાના પતિને જે નહિ. ત્યારે કિંમતી રત્નવાલા પોતાના હારે સંતાડીને દુઃખને ધારણ કરવા લાગી. તે વખતે તે વણિકે તેની સ્ત્રીઓ પાસે ભેગની પ્રાર્થના કરી. તે ચારે સ્ત્રીઓ પતિવ્રતા હોવાથી એ વણિકને ઘાસના તણખલાની જેમ ગણતી હતી. તેથી તે વાણિયો ક્રોધાતુર થયે અને પોતાને રહેવાનું નગર જે ચંદ્રપુર હતું ત્યાં આવીને તે નગરીના
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy