SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ရန်နေရအနေနစုဖုဖုဖုလေ့ પછી કુમાર હાથ જોડીને પૂછયું કે હે પ્રભુ! એને એ કમને અંત કયારે આવશે ? તથા એ ભવ્ય છે કે અભવ્ય ? એ બીજ પામ્યું છે કે નથી પામે ? ત્યારે જ્ઞાની બોલ્યા, એ કમને અંત થશે તે સાંભળે, વસુદિન આશ્રીને મદ કર્યો તેથી એ કુતરો થયે, હવે એ બેબાની જ રાસીને પેટે ગર્દભપણે ઉપજશે. ઘણે ભાર વહેતે, ઘણે કલેશ પામતે, ત્યાંથી કાળ કરીને વસુદિનના ઘરના માઈદિન નામે ચંડલની સ્ત્રી અણના નામે છે. તેની કુખે નપુંસક ચંડાલ થશે, રૂપે મહાદુર્ભાગી થશે. તે સિંહના હાથે મરીને એ ચંડાલણીની કુખે પુત્રી પણે થશે. તેને બાળવયમાંજ સપ કરો. તેથી તે વસુદિનના ઘેર દરિયા નામે દાસીની કણે જાતિઅંધ નપુંસકપણે થશે. શરીરે વામણે, સહુ પરાભવ કરે તેવે, એવામાં નગરમાં દાહ લાગશે. તેમાં બળી મરણ પામી તેજ તાસીની કુખે સ્વીપણે ઉત્પન્ન થશે, તે એક દિવસ રાજદ્વારમાં હાથીએ મારી થકી કાલ કરીને તેજ બેબીની કાલજણ નામે સ્ત્રીની કુખે પુત્રીપણે થશે. તે યૌવન પામશે ત્યારે ઉસુરક્ષિત નામે દરિદ્રિ બેબીને પરણાવશે, અમે ગર્ભવતી થશે. ત્યારે પ્રસવ સમયે વેદનાથી મરણ પામશે. પછી એની જ કુખે પુત્ર થશે તે બાળકાળમાં જ રમત રમતે ગંધાર નદીને કાંઠે જશે, તે નદીમાં પાણી ઘણું ઊંડું છે. એવા સમયે વસદિનને શત્રુ ચિલાત તે આવશે. તે બાળકને ગળે શીલા બાંધીને નદીમાં નાંખશે. મરણ પામશે. એણે જાતિમદે કર્મ બાંધ્યું તે અંતે થશે, વળી ભવ્ય છે. સિદ્ધિગામી પણ બીજ નથી પામે, જીવને કર્મ બાંધતા તે ન ખબર પડે, પણ જોગવતા મહા દુઃખ પડે, ફરી કુમાર પૂછયું, હે ભગવાન્ ! જલ મરણથી આગળ કયાં ઉપજશે ? તે કૃપા કરીને કહે. જ્ઞાની બોલ્યા, જલમાં મરણ પામતા સારુ થશે તેથી મરીને વ્યંતર થશે. તે ભવમાં આનંદ નામે તીર્થંકરની પાસે મેક્ષરૂપ કટપવૃક્ષના બીજભૂત સમકિત પામશે. ત્યાર પછી ચારગતિરૂપ સંસારમાં સંખ્યાતા રૂપ ભવ ભ્રમણ કરીને ગંધાર દેશમાં રાજા થશે. ત્યાં અમરતેજ નામે આચાર્યની પાસે ચારિત્ર અંગીકાર કરશે. તે શુદ્ધ ૩૧.
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy