SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષાવંત છું. રાણી બેલી, એવું વચન ન કહો, અને હું કહું એ રીતે પિતાના આત્માને શિખામણ આપે. જેમકે. જે આત્મા ! તું મનુષ્યને ભવ દુર્લભ પામીને સ્ત્રીના માટે કેમ હારે છે ? સ્ત્રીનાં શરીરમાં શું મનેહરતા છે? જે આ શરીરની છે તે માંહે કરીયે. અને અંદર છે તે બહાર કરીયે તે એ શરીરને કાગડા, કુતરા ચૂંથે એવું છે. વળી સ્ત્રીનું શરીર તે ચર્મ, હાડ, રુધિર, મૂવ, મળ, મહા દુર્ગધી છે. જેવું તારી સ્ત્રીને વિષે ચિત્ત રંગાણું છે. તેવુ જિન ધર્મને વિષે ચિત્ત રંગાય તે ભવ સમુદ્ર તરી જવાય, વળી તેને નેહ વિજળી જે ચપળ છે. માટે તે પુરુષની રેખા ભૂષી નાંખેતે પંડિતની જિહવા પણ શતખંડ થા. ચચા પુરૂષ સરખા તે પુરુષ જાણવા કે જે સ્ત્રીને વર્ણવે છે. રે રે ! આત્મા ! તને શું કહીયે ? તું મહાકટે જિનશાસન પામે તે ફેગટ હારે છે મદેન્મત હાથીની પેઠે વિષયને વિષે રાચે છે. સુશીલ રુપ વનરાજીને ભાંજે છે. જિનવાણી રૂપ અંકુશ પ્રહાર મારતું નથી. અમૃત સરખું જિનમત પામીને વિષયરૂપ પીવે છે. તે ધતુરે ખાધે છે. કારણકે જાણતા છતાં અજ્ઞાન માટે કરી વિષયને વિષે સુખ માને છે. રે આત્મા ! ધિક્કા છે તને. જે કારણે તે વિવેક પામીને વિષય સુખ ભોગવવા ઈચ્છે છે. જીવિત તે ઈંદ્રધનુષ જેવું છે. માટે તેને વિષયની તૃપ્તિ કેમ થાય ? એમ જાણીને નિરંતર જન્મ, જરા, મરણનાં દુઃખનું હરનાર સંવેગ રસાયન પામો. . એવા ચંપકમાળના વચન સાંભળીને રાજા સંવેગરસે ભાવિત થકે ચંપકમાળાને નેહે કરી કહેવા લાગ્યો કે તે મને મિથ્યાત્વનાં કચરામાંથી બહાર કાઢ, જેણે કરી આ ભવને વિષે અને પરભવને વિષે સુખનું કારણ એ ધર્મને ઉદ્યમ થયે. જો કે રાજ્યભાર ધરવાને સમર્થ એવું બીજું પુત્રરત્ન મને થયું. તે પણ હું પૂર્વભવના અભ્યાસથકી રાગદાવાનલે વિધુર છું. માટે હવે આત્મહિત કરવાને શીધ્ર ઉદ્યમ કરું, ૨૯૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy