SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ્યા. વિનય મૂળધર્મ કહે છે. તે વિનય બે પ્રકાર છે. એક ગૃહસ્થવિનય અને બીજો મુનિવિનય, તેમાં ગૃહવિનય તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, અને શ્રાવકની અગ્યાર પ્રતિસારૂપ કહ્યો છે. મુનિવિનય તે પાંચ મહાવ્રત કહ્યા છે. વળી અઢાર પાપસ્થાનકનું વોસિરાવવું. દશ પ્રકારના પચ્ચખાણ કરવા, બાર ભિક્ષુ પ્રતિમા આરાધવી, એ વિનયમૂહ ધમ આરાધીને અનુક્રમે આઠ કમ ખપાવીને જીવ લેકનાં અભાવે સિદ્ધિ વરે. પછી થાવાપુત્ર અણગારે સુદર્શન શેઠને પૂછયું, તમારે શે મૂલધર્મ છે ? શેઠ બોલ્યા, અમારે શૌચધર્મ મૂલ છે. યાવત એથી સ્વર્ગે જઈયે. ત્યારે થાવાપુત્ર બોલ્યા, હે સુદર્શન! રુધિરે ખરડ્યું વસ્ત્ર હોય તેને રૂધિરે ઈયે તે શુદ્ધ થાય ? સુદર્શન બોલ્યા, શુદ્ધ વ થાય, થાવરચા પુત્ર બોલ્યા, તેમ તમારે પણ પ્રાણાતિપાત પ્રમુખ અઢાર પાપચાનક સેવતાં શુદ્ધિ ન થાય. વળી હે સુદર્શન ! રૂધિરે ખરડયા વસ્ત્રને સાજીખારે લીપી અગ્નિએ ચઢાવી પછી શુદ્ધ પાણીએ જોઈએ ત્યારે તે વસ્ત્ર શુદ્ધ થાય? શેઠ બોલ્યા, હા! શુદ્ધ થાય, એ રીતે હે સુદર્શન ! અમારે પ્રાણતિપાતનું વિરમણ પ્રમુખ અઢારે પાપસ્થાનકના વિરમણ હોવાથી અમારો આત્મા શુદ્ધ થાય છે, તે સાંભળી સુદર્શન શેઠ, બુઝયા, થાવસ્થા પુત્રને વંદના કર્યા, જવ અજીવનાં જાણ થયા, ઈત્યાદિક શ્રાવક બારવ્રતધારી થયા અને શ્રાવકનાં સર્વ ગુણ અંગીકાર કર્યા. એમ સુદર્શન શેઠ, શૌચધર્મ છેડીને વિનયમૂળ ધર્મ આદર્યો, તે સાંભળીને શુંક પારિવ્રાજકે વિચાર્યું કે હું પાછો જઈને શોયધર્મ અંગીકાર કરાવું, એમ ચિંતવી એક હજાર પરિવ્રાજક સહિત સૌગવિકા નગરીને વિષે આવ્યા. પરિવ્રાજકની વસ્તીમાં ઉપકરણ મૂકી ધાવડી વસ્ત્ર પહેરી છેડા પરિવ્રાજકને સાથે લઈને સુદર્શન શેઠને ઘરે ગયે, સુદર્શન શેઠ પણ પરિવ્રાજકને આવતે જાણીને ઉભા ન થયા. વંદના પણ ન કરી, સામા પણ ન ગયા, મૌનપણે બેસી રહ્યા. કયા હecessage testobofiedeo@sessocess selectsteeeeeeee ૨૫
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy