SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ 99999999999999994 - ! અહિં કયાં આવ્યું? અતિ બિહામણું, વણે કાળે, દેખીતે વિકરાલ, ધૂળથી ખરડાયેલા શરીરવાળે, દર્શન કરવાને અગ્ય એ તું શી આશાએ અહિં આવે છે? જા નજરથી આગળ, કેમ ઉભું રહે છે? ત્યારે તે યક્ષ ભક્તિએ બોલ્યા કે, હું શ્રમણ સંયતિ, બ્રહ્મચારી, પરિ પ્રહથી નિવત્યે રાંધવું પ્રમુખ ન કરું, પરને અર્થે જે અન્ન નીપજ્યું હોય તેમાંથી વળ્યું હોય તેની ભિક્ષા લઉં, એ હું અન્નને અર્થે અહીં યજ્ઞવાડામાં આવ્યું છું. વળી દીન અનાથને આપે છે. ધેર, શાલી, દાળ પ્રમુખ પ્રત્યક્ષપણે તૈયાર છે. અને હું યાચીને જ આજીવિકા કરું છું. એવું જાણીને અંતપ્રાંત આહાર મને તપસ્વીને આપો. ત્યારે વિપ્ર બોલ્યા, આ અવલ સુંદર ભોજન બ્રાહ્મણે પોતાના અથે શાં છે તે માત્ર બ્રાહ્મણને જ આપીયે પણ બીજા કોઈને આપતા નથી અને ઉત્તમ અને તને કેમ આપીયે? માટે કેમ ઉભે છે? તું તારે માર્ગે જા, સાધુ બોલ્યા, કર્ષણી ધાન્ય વાવે છે તે નીચી ધરતીમાં સરખા છે. તે પણ મને ઉંચી ધરતી જાણીને આપે અને પુણ્યક્ષેત્ર જાણીને આરાધે. બ્રાહ્મણ બલ્યા, પુણ્યક્ષેત્ર અમે જાણીયે છીયે. જ્યાં વાવ્યું થકુ ઘણું નીપજે, તે તે બ્રાહ્મણજાતિ વિદ્યાએ સહિત છે તે જ ક્ષેત્ર ઘણું મને હર છે. તેને આપવાથી ઘણું ઉગે. ત્યારે મુનિ વળી બોલ્યા, જેને કેદ હોય, માન હોય, હિંસા હેય તથા જુહુ બેલે, વગર આપ્યું કે, પરિગ્રહ રાખે, તે બ્રાહ્મણ જાતિ વિદ્યાહીન જાણવા, તે બ્રાહ્મણને પાપક્ષેત્ર જાણવા. જો બ્રાહ્મણે ! તમે તે વેદને માત્ર ભાર વહે છે. અર્થ નથી જાણતા, અને વેદ ભણે છે. માટે ઉંચનીચ ઘેર ફરીને ભિક્ષા લે છે, તે મુનિ ઉત્તમ ક્ષેત્ર છે, ત્યારે વિદ્યાથી બ્રાહ્મણ બોલ્યા, અરે ! અમે પાસે રહ્યા થકા પણ તું અમારા ઉપાધ્યાયના સામુ બોલે છે ? માટે આ અન્નપાણી સર્વ વિણશી જાય, પણ તને નહિં આપીયે. મુનિ બોલ્યા, હું પાંચ સમિતિ સમિતે, ત્રણ ગુપ્ત ગુપ્ત, સમાધિવત પાંચ ઇન્દ્રિય જીતનારે છું, જે તમે દોષ રહિત અન્નપાણી નહિ આપે તે આ યજ્ઞનું ફલ શું પામશે ?
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy