SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આહારનાં પચ્ચખાણ કર, કે જેથી કર્મ તૂટે. તે સાંભળી વાઘણ પણ અનશન કરીને અનુક્રમે દેવકે ગઈ. કીર્તિધરછ પણ અનુક્રમે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. માટે ઉગ્રતપની શોભા તે ક્ષમા છે. સમાહિ પરમણ સોદા છે સમાધિગ જે છે તેજ ઉપશમની શોભા છે. તે ઉપર સુવ્રતમુનિનું ઉદાહરણ કહે છે. સુદર્શનપુર નગરમાં મુભાગનામે ગૃહપતિ વસે છે. તેને સુજસા નામે ભાર્યા છે તે સ્ત્રી ભર્તાર બંને શ્રાવક છે. સ્ત્રીએ સુવ્રત નામે પુત્ર પ્રસંગે અનુક્રમે તે મોટો થયે તે યૌવન અવસ્થાએ કઈ મુનિની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યું ત્યારે તેણે વગર પરણ્ય માતપિતાને પૂછીને ઘણા આગ્રહથી દીક્ષા લીધી અનુક્રમે ગીતાર્થ થયો. ઘણે સમતાવત થયે એકલ વિહાર પઢિમા અંગીકાર કરી. એવા મહા સમતાવત, ધૌર્યવંત મુનિને દેખીને સીધમેન્દ્ર દેવતાની સભા મળે પ્રશંસા કરી કે સુવ્રતમુનિ પોતાના સમાધિ વેગથી કોઈના ચળાવ્યા ચલે નહિં તે સાંભળીને બે દેવતા અણમાનતા પરીક્ષા કરવા આવ્યા, તેમણે પ્રથમ તે અનુકુળ ઉપસર્ગ કરવા માંડયા, તેમાં એક દેવતા બોલ્યો, ધન્ય છે સુવ્રત અણગાર ! જે તમે કુમાર થકા બ્રહ્મચારી પણે દીક્ષા લીધી બીજે દેવ બોલ્યો, એને શું વખાણે છે ? એણે તે કુલસંતાનને ઉછેદ કર્યો, માટે અધન્ય છે. એવું સાંભળ્યું તોપણ તે મુનિ સમાધિયોગમાં રહ્યા, વળી દેવતાએ તે મુનિનાં માતાપિતાને વિષયને વિષે આસક્ત રહેલા દેખાડયા, તે પણ સમાધિગમાં રહ્યા. વલી દેવતાએ માતપિતાએ મારવા માંડ્યા, ત્યારે માતપિતા કરુણ સ્વરે રેવા મંડયા. તેપણ મુનિ સમાધિમાં રહ્યા. પછી દિવ્ય સ્ત્રી વિકૃવિને વિલાસ સહિત મુનિને જોવા માંડ્યું, દીવ નિસાસા નાંખીને મુનિને આલિંગન દેવા માંડયું. તે પણ પિતાના સમાધિગથી ચલ્યા નહિં. એમ સમાધિગમાં રહેતા કેવલજ્ઞાન પામ્યા, અનુક્રમે મોક્ષે ગયા, રુરિ ગાવયનિવું જ એક થા
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy