SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ နေနေ એ સર્વ વાત આર્ય સુહસ્તિ જાણે છે, પણ શિષ્યને રાગ બલવત્તર છે. માટે બોલે નહિં. ત્યારે આર્યમહાગિરિ બોલ્યા કે અરે ! તમે અશુદ્ધ જાણતા થકા શા માટે આહાર લે છે ? આર્યસુહસ્તિ બોલ્યા. યથા રાજા તથા પ્રજા, જેમ રાજા રાગે ભક્તિ કરે છે, તેમ લેક પણ તેના અનુયાયીપણે ભક્તિ કરે છે. એ વાત સાંભળી મહાગિરિજી આર્ય સુહસ્તિ પર કાપ્યા, અને કહયું કે તું માયા કરે છે. માટે આજથી મારે અસાંગિકપણું છે, આહાર પાણીને સંબંધ નથી, આપણી ભિન્ન સામાચારી થઈ, તેથી તમારે, મારે પંથ જ જાણજે, તે સાંભળી આર્ય સુહસ્તિ બાળકની જેમ કંપતા પગે લાગી હાથ જોડી, કહેવા લાગ્યા, હે ભગવાન્ ! હું અપરાધી છું, મને મિચ્છામિ દુક્કડં છે, મારા અપરાધ ખમ. ફરી એવુ નહિ કરું, ત્યારે આર્યમહાગિરિ બોલ્યા, તારે શ દોષ છે? પૂર્વે વિર પરમાત્મા કહી ગયા છે કે, મારા શિષ્યની પરંપરામાં શ્રી સ્થૂલભદ્રજી પછી સામાચારી હાનિ થશે. અને સ્થલીભદ્રજીની પછવાડે તે તીર્થના પ્રવર્તનાર આપણે બહુ થયા. તે માટે તે પ્રભુનું વચન પૂરું કર્યું. એમ કરી ભિન્ન સામાચારી, અસાંગિકપણું થાપી, ઉજજયિનિને વિષે જીવિતસ્વામિની યાત્રા કરીને, ગાગ્રપદ, પર્વતને વિષે અનશન લઈ સ્વર્ગે ગયા. સંપ્રતિરાજા પણ શ્રાવકત્રત પાલી દેવતા થયે અનુક્રમે મોક્ષે જશે. આર્ય સુહસ્તિ પણ અનુક્રમે અવંતિસુકુમાલને પ્રતિબોધી, પ્રધાન શિષ્યને ગચ્છ સોંપી અનશન કરીને સ્વર્ગે પધાર્યા. એ કથા પરિશિષ્ટપર્વમાં છે. એ રીતે સાધુ હોય તે તત્વને વિષે તત્પર હોય છે इति सकलसभाभामिनीभालस्थलतिलकायमानपंडीतश्रीउत्तमविजयगणिपंडिती पद्मतिजयगणी विरचिते श्री गौतमकुलकबालावबोधे अष्टमगाथायां चत्वायुदाहरणानि समाप्तानि ।। હess e sseeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee ૨૦૫
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy