SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણગરૂ પ્રમુખની ધૂપઘટી પ્રકટ કરાવી. સ્થાનકે સ્થાનકે નાટક મહાવ્યા. પ્રાતઃકાલે શણગાર કરી રાજા ગંધહતિ ઉપર બેસી સર્વ સામંતે પરિવર્યો. સર્વ ઋદ્ધિ સહિત તથા જેણે રૂપે કરી ઈંદ્રાણી સરખીને પણ છતી છે એવી પાંચસે અંતેહરી, પ્રત્યેકે શિમિકારૂઢ થકી સાથે ચાલતી, તથા અઢાર હજાર હાથી, વીશ લાખ ઘેડા, એકાણું કોડ પાયદળ અને એકવીશ હજાર રથ ઈત્યાદિક પરિવારે પરિવર્યો, સર્વ જગતને તૃણ બરોબર ગણત, નગરમાંથી શ્રી મહાવીર પરમ ગુરુને વાંચવા નીકળે. પગલે પગલે વાજિંત્ર, ગીત અને નાટક જે તે થકો, યાચકોને યથેચ્છાએ દાન દેતે, અનુકમે દશાર્ણ નામે પર્વતની પાસે પોંએ. પ્રભુને દેખી હાથી થકી હેઠે ઉતરી સમવસરણમાં પેસવાની વિધિ પ્રવેશ કરીને ત્રણ પ્રદક્ષિણ દઈને વીતરાગને નમસ્કાર કરી ચિત સ્થાનકે બેઠે. એવા અવસરે સૌધર્મેન્દ્ર જ્ઞાન કરી તેને દેખીને ચિત્તમાં ચમત્કાર પામે થકે વિચારે છે કે, અહે! વિશ્વપૂજ્યને પૂજવાને એ રાજાને અત્યંત રાગ છે. પણ હા ઈતિ ખેદે ! માને કરી પ્રષિત છે. જે કારણ માટે સર્વ સુરાસુરના ઈન્દ્ર મળીને પોતાની સર્વ ઋદ્ધિએ કરી સમકાલે પૂજા કરે, તે પણ શ્રી પરમેશ્વર દેવ અનંતગણુ વ પૂજાય. કારણકે ગુણ અનંત અને પૂજા તે માને પેત છે, તે માટે એ રાજાનું માન મૂકાવવાને યત્ન કરૂં. આ પ્રમાણે ચિંતવી ઐરાવણ દેવતા પાસે ચોસઠ હજાર ચાલતા પર્વત સરખા હાથી કરાવ્યા. તે એકેક હાથીને પાંચસે ને બાર મસ્તક છે, એકેક મુખે આઠ આઠ દતુશલ છે. સર્વ મલી એક હાથીના (૪૦૯૬) દેશલ થાય. તે એકેક દેશલે આઠ આઠ વાવડિયે કરી. તે વાવડિયે (૩૨૭૬૮) થઈ. એકેક વાવડીને વિષે આઠ આઠ કમલ છે, તે કમલ સર્વે (૨૬૨૧૪૪) થયાં, એક એક કમલને વિષે લાખ લાખ પાંખડી, તે પાંખડી સવે (૨૬૨૧૪૪૦૦૦૦૦) છવાશશે કેડ, એકવીશ કેડ ને ચુમ્માલીશ લાખ થાય. તે કમલના વચમાં કણક જાહooooooooooooooooooooooooooo- ---- ૧૧૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy