SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ सिरिअंगुलसत्तरी तह कूणियस्स रन्नो साहियदक्खिणदिसस्स वेअड्ढे । परिमियजीविअकालस्स जुज्जए कह णु गमणं ति ॥२५॥ અર્થ - તથા કોણિક રાજા કેવો છે ? સાધી છે દક્ષિણદિશા જેણે. વલી કેવો છે ? પિરિમત આયુષ છે જેહનું. ઈતિ વિત્તકે એહવાને વૈતાઢ્યને વિષે ગમન કિમ યુક્ત થાય ? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ થોડું. એટલા માટે પૃથિવી આદિકનું પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે જ માપવું. એક પ્રમાણાંગુલે સહસ્રઉત્સેધાંગુલ થાય અથવા એક પ્રમાણાંગુલે ચારસેં ઉત્સેધાંગુલ થાય. તેવા પ્રમાણાંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ ન માપવું. (૨૫) વલી એ બન્ને મતમાં દોષ દે છે - गंधारसावयस्स वि वेयड्ढगुहाइं चेइए नमिउं । कह वीभयम्मि चेइयवंदणहेउं गमो हुज्जा ॥ २६ ॥ અર્થ - ગંધાર નામના શ્રાવકનું વૈતાઢ્યની ગુફાએ ચૈત્ય વાંદી વીતભયપત્તનને વિષે ચૈત્યવંદનાને અર્થે ગમન કેમ હોય ? શા માટે ? આઉખું થોડું અને ભૂમી ઘણી એટલા માટે (૨૬) ગ્રંથકારે અઢી અંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ અંગિકાર કીધું તે વારે પરને શંકા ઉપની તે કહે છે - - भति भराइचक्कणो परिगरो कहं माई । एवमिणिज्जंते भारहम्मि भन्नइ न सो दोसो ॥ २७ ॥ અર્થ - જે પુનઃ વલી એહવું કહે છે - ભરતાદિક ચક્રીનું પરિકર ભરતક્ષેત્રને વિષે કેમ માય ? જો પૃથિવી આદિક અઢી અંગુલે મપાય. ભણ્યતે ગ્રન્થકાર કહે છે – સઃ તે અઢી અંગુલે માપતાં કાંઈ દોષ આવતો નથી. (૨૭)
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy