________________
શ્રીઅંગુલસત્તરી
૧૮૭ અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું મધ્યમ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું જઘન્ય પ્રમાણ = ૨ હાથ.
જેમ સમુદાયમાં આવેલા ઘોડા વગેરેના મૂલ્યની ગણતરી મધ્યમ ભાંગાથી થાય છે તેમ અહીં પણ મનુષ્યોને મધ્યમ માન
લેવું.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું સરેરાશ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યની પહોળાઈ = ૫૦ ધનુષ્ય.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ક્ષેત્રફળ = ૨૫૦ x ૫૦ ધનુષ્ય = ૧૨,૫૦૦ ચોરસ ધનુષ્ય. ૧૨,૫૦૦ ધનુષ્યમાં ૧ મનુષ્ય આવે.
. . . ૬૨,૫૦,૦૦૦. - ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં જ
૧૨,૫૦૦
= ૫૦૦ મનુષ્યો આવે.
૧ માળના ઘરમાં ૫૦૦ મનુષ્યો આવે. ૩ર માળના ઘરમાં પ00 x ૩ર = ૧૬,૦૦૦ મનુષ્યો આવે.
એમ જેટલા માળનું ઘર હોય પ00ને તેટલા ગુણ કરીએ એટલા મનુષ્યો આવે.
૩૨,૦૦૦ નાટક કરનાર પુરુષો અને ૬૪,૦૦૦ અંતઃપુરની સ્ત્રીઓ રાજભવનમાં ભરત ચક્રવર્તીની સાથે બેસે છે.
ચારે સેનાઓ નગરીમાં પ્રવેશતી નથી. ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય છે.